પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૨

ભાનવાળા સ્વપ્નસ્થ પેઠે પળવાર ઉદાસીન વૃત્તિ રાખી શુદ્ધિ-અશુદ્ધિના મિશ્રીભૂત માનવીને સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈ લે અને પરસ્પરવિપરીત ઉત્તર– દક્ષિણ ધ્રુવ વચ્ચેની ધરી આસપાસ ફરનાર ગ્રહો જેવા માનવીને પણ ઘડીભર તટસ્થતાથી જોઈ કાંઈ સદ્‍બોધ પામ. તું પણ માનવી સ્વરૂપ જ છે.

સુવર્ણપુરથી આશરે એક ગાઉને છેટે જંગલમાં 'મુસાફર-બંગલો' હતો. તેમાં સાહેબ લોકોને જ ઉતારો આપવામાં આવતો. કમતી પગારે જમાલને ત્યાં મોકલવાનું કર્યું અને વર્તણુકમાં સુધારો થયે પગાર વધારવાની આશા આપવામાં આવી. ૨ઘીને પણ એવી રીતે જ દૂર કરવામાં આાવી. મ્હાવાને દુરનાં ગામડાં વચ્ચે દરબારી ટપાલના કાસદનું કામ સોંપવાનું ઠર્યું. શઠરાયનું ગામ જે ટપ્પા નીચે આવતું હતું તેના પોલીસસુબેદારની જગા રણજીતને આપવામાં આવી તે એવા હેતુથી કે બ્હારના દેખાવથી શઠરાય ખુશ થાય કે 'ના, આપણો માણસ આવ્યો તે ઠીક થયું ” અને અંતર્ખણ્ડેથી (અંદરખાનેથી ) પોતાનાં પણ બહા૨થી શઠરાયનાં દેખાતાં માણસ દ્વારા શઠરાયની ખટપટની ચોકી થાય. એ હેતુ રણજીતને કહી દેવામાં આવ્યો હતો અને હળવે હળવે એનો પગાર સારી પેઠે વધારી દેવામાં આવશે એ સૂચના પણ કરવામાં આવી હતી. રાણી શઠરાયની ખટપટમાં ભળી તેથી મહારાણાને કોપ ચ્હડયો હતો અને તેનું મ્હોં પણ ન જેવું એવી પ્રતિજ્ઞા કરવા તત્પર થયો હતો. બુદ્ધિધનની શીખામણથી રાણાએ ઠરાવ કર્યો કે છેક આમ ન કરતાં નવી રાણી પરણી જુનીને માથે શોક્ય આણવી અને જુનીને જણાવવું કે સારી વર્તણુંકના પ્રમાણમાં ત્હારા માનમાં વધારો કરવામાં આવશે.

આર્યમાતાઓની એવી પ્રક્રુતિ છે કે દોષ કરનાર બાળકને શિક્ષા કરી પછી પોતે જ રોવું. આર્યપ્રજા પણ એવી જ છે. દુષ્ટ મલ્હારરાવના સામી આટલી યોગ્ય ફરીયાદ કરી તેને અત્યંત શિક્ષા થતી જોઈ અનુકંપાભરી ફરીયાદ કરનાર જ પ્રજા આટલી ઉલટી અને પડતા રાજા ઉપર દયા રખાવવા આટલો પ્રયાસ કર્યો તે વાતથી દેશી પ્રજાની પ્રકૃતિ ન સમજનાર પરદેશી રાજયકર્તાઓ મનમાં ગુંચવાયા હતા. પણ બુદ્ધિધન એ પ્રકૃતિથી ભોમીયો હતો અને તેના મનમાં એમ નક્કી હતું કે અત્યાર સુધી તો શઠરાયના સામો પોકાર ચોપાસથી ઉઠી રહ્યો છે પણ જો એને કેદની કે એવી શિક્ષા થઈ તો એનો એ પોકાર બેશી જશે અને તેને ઠેકાણે મ્હારા સામે પોકાર થશે. વાઘનું પણ મરણ બ્રાહ્મણવાણીયા જોવા ઈચ્છતા નથી; આથી આ સર્વ પરિણામ