ચ્હડી, એક પગ પલંગ પર અને બીજો બારીના કઠેરા પર મુકી બારીપરથી પ્રમાદધનની છબિ જીવની પેઠે જાળવી ઉતારી, પલંગ પર બેસી ઉતરી, અને ટેબલ આગળ ખુરશી પર બેસી, છબિને, સ્નેહભરી આંખે ન્યાળી રહી, ચુમ્બનની પરંપરા જડ કાચ ઉપર વર્ષાવી અને અંતે છબિને છાતી સરસી ઝાલી ભાગી ન જાય એમ ડાબી ફરી રોમાંચ, ઉત્કંપ, અને નેત્રોન્મીલન અનુભવવા લાગી. જીવતા પતિનો વિયોગ, કિલ્મિષ વિસરાવી, જડ છબિને પણ પતિવ્રતા પાસે ઘણાં વાનાં કરાવવા લાગ્યો. વિદ્યાવિનીત કુમુદસુંદરી પતિના દેાષ ભુલી તેના ગુણને જ સંભારી ગુણમય પ્રમાદધનરૂપ બની ! અંતે એક હાથે છબિ છાતીસરસી રાખી બીજે હાથ લાંબો કરી વળી બોલી.
“પ્રમાદધન મુજ સ્વામી વ્હાલા !
“એ વણ અપ્રિય સર્વ બીજું !”
“સર્વ બીજું” ક્હેતાં ક્હેતાં લાંબા કરેલા હાથની હથેલી જગતને ધક્કેલી નાંખતી હોય તેમ તેના ભણી ફે૨વી બતાવી અને બે ભમ્મરો વચ્ચે કરચલી પાડી.
ગમે તેવી વસ્તુ મને પોતાની કહી તો પોતાની – ઈશ્વરે જેની કરી તેની જ:–ઋણાનુબંધ (રણારબંધ)નો યોગ જ્યાં ઘડાયો ત્યાં જ ઘડાય છે: એ સુખસાધક બુદ્ધિ આર્યોચિત્ત જ સમજે છે. આર્યવૃત્તિના ઉચ્છેદક પાશ્ચાત્ય સંસ્કારોથી ભરાઈ જવા છતાં ઈંગ્રેજી પાઠશાળાના દુધથી ઉછરેલા આર્યબાળક જુના વિચાર અને જુના આચારોથી ભરેલી માતાપિતાની વ્હાલી રૂડીશય્યા ત્યજતાં કંપારી ખાય છે; મ્હોટી વયે પ્હોંચવા પછી અંતમાંથી પણ ગુરુજનને છોડનાર લોકની વિદ્યા વાણીને પણ વિસ્તારી કુટુંબવૃક્ષમાં[૧] ઉત્સાહથી રહે છે; 'ભૂગોળ અને ખગોળ'માં[૨] રમનાર પંડિત 'ચુલા'ના ભડકાના પ્રકાશથી વિશેષ – ૨તાશ પામતા – ખગોળને સળગાવનાર ગોળા જેવા – ગૌર ગાલવાળી અભણ ઉપર પણ મોહ પામે છે અને સ્નેહ દ્રવે છે: એ ઋણાનુબંધનો મહિમા આર્ય બુદ્ધિથી હીન જનને અગમ્ય છે. આર્ય-
- ↑ ૧. ઇંગ્રેજીમાં કુટુંબ એટલે સ્ત્રીપુરુષ અને બાળકસંતતિ એટલાં જ છે, આપણામાં કુટુંબ એટલે માતાપિતા, સ્ત્રીબાળક તેમ જ તરુણસંતતિ, ભાઈ, બ્હેન, ઇત્યાદિ આખું વૃક્ષ.
- ↑ ૨. “ભાઇ તે ભૂગોળ ને ખગોળમાં રમે છે !
“પેલીનું તો ચિત્ત ચૂલા માંહ્ય !
"દેશી ! ક્હોની કેવું આ કજોડું તે કહેવાય:” – રા. રા. નવલરામ કૃત બાળલગ્નબત્રીશી.