લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૯

પલંગ પર હાથ મુકી નીચું જોઈ પળવાર વિચારમગ્ન થઈ અંતે ઉંચું જોઈ બે હાથે પલંગ પકડી – સત આવ્યું હોય તેમ ઉશકેરાઈ ગાવા લાગી. ગાતાં ગાતાં દીનતા ધરવા લાગી :

"અંબા ! વ્હેલી આવની તું, અંબા, વ્હેલી આવ રે,–
"મુક હાથ તુજ મુજ મસ્તકપર, અંબા, વ્હેલી આવ;
અંબા, જગજનની ! ૧.
"મદન દૈત્યસમ મલિનસત્વને ‌ક્‌હાડ તું ઉરથી બ્હાર રે,
"પવિત્ર ત્હારું તેજ હૃદયમાં વસાવ આજની ૨ાત; – અંબા૦ ૨
“તૈજસી માયા રચી મસ્તિકમાં નિર્મળ સ્વપ્ન તરાવ રે;
“ચર્મચક્ષુએ પાટા બાંધી, સતનું ઘેન ચ્હડાવ; - અંબા૦ ૩
“શાંત તેજ તુજ, મા, મુજ મુખ પર આજે એવું રાખ રે,
"દશામૂઢ પ્રિય ચંદ્ર ન પામે જોઈ જે મોહ જરાય – અંબા૦ ૪
“પ્રિય ચંદ્રને દશા ગ્રસે તે હુંથી ન જોઈ શકાય રે,
“તેજસ્વીને જોઈ છવાયો કાળજુ ફાટી જાય; –અંબા૦ પ
“ન ગણી ભીતિ, ન ગણી રીતિ, મધ્યરાત્રિએ આમ રે–
“પવિત્ર કાર્ય કરવા ઉર ચલવતું અણઘટતી આ હામ,- અંબા૦ ૬
“સ્નેહની માયાથી લપટાયાં, હોય તીવ્ર સ્મર-બાણ રે,
“બુઠ્ઠા થઈ અમ ઉરે ન પેસે !– એ પરતો દર્શાવ, -અંબા૦ ૭
“સુખદુખમાં ને પતિ પરાયા થતાં તું એકલી એક રે,
“છાતી સરસી ચાંપે તે, મા, જાળવજે મુજ ટેક ? - અંબા૦ ૮
“તુજ ખોળે માથું, મા, રાખે નિજ પુત્રીની લાજ રે;
“પર થયલા પ્રિયને છોડવતાં સાત મુજ ર્‌હો નિષ્કામ !- અંબા૦ ૯
“પિતા ક્‌હો કે ક્‌હો જગદંબા ! મ્હારે મન મુજ માત રે !
"અગ્નિમાં પેસું તેને મા, ક્‌હાડ બહાર વણ આંચ. –અંબા૦ ૧૦

ગાઈ રહી પલંગ એમનો એમ પકડી રાખી, બારીમાંના આકાશ સામું જોઈ જોસથી ફરફડતે ઓઠે બોલી: “ હે અંબા ! પુરુષ