લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૨

માંથી એક કાગળ ક્‌હાડ્યો, તેમાં કેટલીક કવિતા પ્રથમની લખેલી હતી અને કેટલીક નવીનચંદ્ર અત્યારે ઉમેરવા બેઠો. તે પણ લખી રહ્યો અને અંતે ખાટલા પાછળ ખુરશી પર દીવો મુકી સુતો સુતો પોતે લખેલું પોતે વાંચવા લાગ્યો. વાંચતાં વાંચતાં એકાગ્ર થઈ ગયેલા ચિત્તમાં પેંસવા નિદ્રાને અવકાશ મળ્યો. કાગળ પકડી હાથ છાતી પર પડી રહી ગયા અને નયન સ્વપ્નવશ અંતર્માં વળ્યું.

એટલામાં કુમુદસુંદરીયે દ્વાર ઉઘાડ્યું તેની સાથે નિદ્રા પાછી જતી રહી અને આંખો ચમકીને ઉઘડી.

“આ શું ? - કુમુદસુંદરી !” આ પ્રશ્ન નવીનચંદ્રના મુક્તિકાકાશમાં વ્યાપી ગયો. તે દિઙ્‌મૂઢ થયો: સ્વપ્ન કે જાગૃત ? તે ન સમજાયું; ક૯પનાવશ થયો, કુમુદસુંદરીઉપર કંઈ કંઈ વૃત્તિયોવાળી હોવાનો આરોપ કર્યો, પ્રવૃત્તિનો અાભાર થતાં સ્વવૃત્તિ જાગવા લાગી, વિશુદ્ધિ ડગમગતી– કંપતી–જય પામવા પ્રયાસ કરવા લાગી, મને નિશ્ચય કર્યો કે અાંખો ન ઉઘાડવી, આંખોએ નિશ્ચય કર્યો કે પોપચાં જરાક ઉઘાડાં રાખી પાંપણેમાંથી જોવું કે કુમુદસુંદરી શું કરે છે. કુતૂહલ તલપી રહ્યું, હૃદય અધીરું બની ગયું, અને શરીર સ્તબ્ધ થઈ ગયું.

દ્વાર ઉઘાડી કુમુદસુંદરી અંદર આવી અને દ્રશ્ય પદાર્થ જોવા લાગી. નવીનચંદ્રનાં ખીસામાં પત્ર મુક્યો – તેને મુકતી નવીનચંદ્રે જોઈ. પત્ર મુકી કુમુદસુંદરીયે પાછું જવાનું કર્યું – પણ નવીનચંદ્રની છાતી પરનો પત્ર દીઠો. સ્ત્રૈણ જિજ્ઞાસા હૃદયમાંથી છલંગ મારી મસ્તિકમાં આવી. પાછાં જવાને સટે કુમુદસુંદરી ખાટલાના ઉશીકા ભણી ચાલી અને ધીમે રહીને સુતેલાના હાથમાંથી પત્ર ખેંચવા લાગી. કોણ જાણે નવીનચંદ્રની ઈચ્છાથી કે કોણ જાણે કુમુદસુંદરીની ચતુરતાથી આખો પત્ર સરતો સરતો ફાટ્યા વિના હાથમાં આવ્યો.

કુમુદસુંદરીયે અક્ષર ઓળખ્યા ! સરસ્વતીચંદ્ર ખરે ! એ જાગે છે કે ઉંઘે છે તે જોવા પળવાર એના શરીરપર મુગ્ધ નયન રમમાણ થયું. જે શરી૨પ૨ પોતે અત્યંત ઉલ્લાસથી પિતાને ઘેર છાની છાની જોઈ ર્‌હેતી તે શરીર ખરું – માત્ર કૃશ અને વિવર્ણ થયું હતું – તે તો થાય જ ! છાતી ઉપર પાંસળીયે સ્પષ્ટ દેખાતી હતી, મુખ પર લાલાશા ન હતી, અને લક્ષાધિપતિને બાળક, ઘરબાર તજી, પરદેશમાં, પરગૃહમાં, આમ અનાથ