પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૮

લપેટાયું છતાં અસ્વસ્થ થયું હતું. મલમલનો ઝીણો સુતી વખતે પ્હેરવાનો સાળું નિમ્નોન્નત અવયવોને અત્યંત સહવાસી પિશુન-કર્મ કરતો હતો અને સરસ્વતીચંદ્રનાં લોચનને પ્રિય થવા મથતો હતો. ભૂ-નભના સંયોગ આગળ ઉગતા ચંદ્રને ઢાંકી ઉભેલી અને તેના તેજથી ચળકતી ન્હાની રૂપેરી વાદળીની પેઠે ખાટલાની ઈસ નીચે ભૂમિ પર પડેલી અને પ્રકાશ આરતી ગૌર દેહલતિકા પુરુષના ભય-ત્રસ્ત લોચનને ભય ભુલાવી રમણીય સાનો કરવા લાગી. મુખમલ જેવાં કોમળ અને સુંવાળાં : મિષ્ટમાંસલ અવયવ ચંપાતાં ચંપાતાં જગાડનાર હસ્તને પળવાર મોહનિદ્રામાં લીન કરી સ્પર્શેન્દ્રિય દ્વારા જાગતા મસ્તિકમાં પહોંચવા યત્ન કરવા લાગ્યાં. પરંતુ કુસુમકલિકા પેઠે બીડાયેલાં પોપચાં ઉપર સ્ફુરતી અત્યંત અમગળ શંકાને બળે વિકાર પોતાના ઉદયને અપ્રાસંગિક ગણી જરીક જાગી નિદ્રાવશ થયો. કરુણ રસ ચક્રવર્તી થયો અને સર્વ સંસ્કારોની પાસે સામંતકર્મ કરાવવા લાગ્યો.

આખરે મહાપ્રયાસે પ્રયાસના બળથી કે પછી સ્પર્શચમત્કારથી કુમુદસુંદરી જાગી અને સરસ્વતીચંદ્રના ખોળામાં પોતાનું માથું જોઈ એકદમ ખડી થઈ આઘી બેઠી; ઈશ્વર જાણે કયા કારણથી સરસ્વતીચંદ્રના હાથે આઘી ખસતીનો હાથ અચીંત્યો ઝાલ્યો અને તેવો જ પાછો પડતો મુક્યો. કુમુદસુંદરી તેના સામું જોઈ રહી. આ મૂક નાટક કાંઈકવાર રહ્યું - અંતે સરસ્વતીચંદ્ર ઉઠી ખાટલામાં બેઠો. તે જ પળે કુમુદસુંદરી પણ ઉઠી અને સરસ્વતીચંદ્રે લખેલી ગઝલોવાળે પત્ર લેઈ છેટે ઉભી. ન બોલવાનો નિશ્ચય ચળ્યો. જયવંત વિશુદ્ધિ ઉભય ચિત્તમાં શાંતિનો વર્ષાદ વર્ષાવવા લાગી. ભયથી બંધાયેલી કૃત્રિમ પ્રતિજ્ઞાએ ભય જતાં મેળે તુટી. કુમુદસુંદરીને બોલવાની હિમ્મત આવી. ઘરથી આઘે રાત્રે કામ કરવા રોકાયલી મજુર સ્ત્રીઓ છે છોબન્ધ ટીપતી ટીપતી રાગ લખાવતી ગાતી હતી અને નિયમસર ટીપતા ધબકારા વડે તાલ દેતી હતી.

“ અખંડ ર્‌હો મ્હારી અખંડ ર્‌હો આ અખંડ માઝમ રાત !
“ પીયુ વિના મ્હારો કેમે કર્યો પેલો દિવસડો નવ જાય !–અખંડ ૦"

સરસ્વતીચંદ્રના સામી પોતે ઉભી તે જ પળે આ સ્વર સાંભળી કુમુદસુંદરીનાં રોમેરોમ ઉમાં થયાં ! 'માઝમ રાત' શબ્દ હૃદયમાં વીંઝાયા ! વળી પાસે ર્‌હેનાર રાત જાગનાર કોઈ પુંશ્ચલીના ઘરમાંથી સ્વર આવતો હતોઃ

“ રંગ માણે, મ્હારા રાજ, પધારો, હીંદુ ભાણ રે ! રંગ ૦
” સુરજ ! થાને પૂજશું રે ભરમોતીયારા થાર;