પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૯
“ ઘડી એક મોડો ઉગજો મ્હારો સાહેબો ખેલે શીકાર રે ! રંગ૦
“ અસ્વારી પ્રતિ નાથની રે ઘોડારાં ઘમસાર !
“ કોઈ વારે હીરા મોતી;– હું વારું મ્હારા પ્રાણ રે ! રંગ૦"

ભયંકર ગીત સાંભળી, લાલચથી ફોસલાયલી રોમરાજિ પર કોપાયમાન થઈ હજી પણ પોતાનામાં નિર્બળતાની છાયા દેખી ખિન્ન બની, સરસ્વતીચંદ્ર પરના પોતાના સ્નેહપર એ છાયાનો આરોપ મુકી, એ સ્નેહ અને તજ્જન્ય શોક ઉભયને લીધે વિશુદ્ધિના રાજ્યતંત્રમાં ભેદ પડ્યો ગણી, ઉભયનો ત્યાગ કરવો એ ધર્મ છે એવું ભાન આણી, મૂર્ચ્છા પામનારી બળવાન્ બાળા એકદમ સચેત થઈ અને સરસ્વતીચંદ્રને જે ક્‌હેવું હોય તે એકદમ બેધડક બની ટુંકામાં કહી દેવું એ નિશ્ચય કર્યો. રેતીમાં પડેલી રેખા વાયુથી ઘસાઈ જાય તેમ મૂર્ચ્છાનો આવેશ, વિશુદ્ધિ જાળવવાના વેગવાન પ્રયત્ન અાગળ, અદ્રશ્ય બની ગયો.

સરસ્વતીચંદ્ર આ પ્રસંગે ખાટલામાં નીચું જોઈ બેઠો બેઠો પળવાર ઉંડા વિચારમાં ડુબી ગયો. “લક્ષ્મીથી અને સાંસારિક પ્રતિષ્ઠાથી હું મેળે ભ્રષ્ટ થયો તેમ જ આ પળે વિશુદ્ધિના ઉત્કર્ષથી પણ હું ભ્રષ્ટ થયો – આટલો સરખો મ્હારે વાસ્તે કુમુદસુંદરીના મનમાં સારો અભિપ્રાય હશે તે પણ પડતો મુકવાનું મ્હેં કારણ આપ્યું ” – એમ વિચારી મનમાં પોતાના ઉપર ખીજવાયો, અને બારણે ઇંદ્રસભાનું નાટક જોઇ પાછા આવતા નાટકનાં ગીતો ત્રુટક ગાતા લોકનાં ગીતની પાતક અસરથી ત્રાસ પામી કંટાળ્યો. ખીજવાઈ, કંટાળી, ઈચ્છવા લાગ્યો કે “હું આ સુવર્ણપુરમાં ન જ અાવ્યો હત તો ઉચિત થાત ! અત્યારે ને અત્યારે મને પવન-પાવડી જેવું કાંઈ મળે અને હું ઉડી જાઉં !” આંખ ઉંચી થતાં કુમુદસુંદરીને જોઈ દયાર્દ્ર થયો અને પોતાને અપરાધી માની, શકુંતલાને ઓળખી ક્‌હાડી તેને પગે પડતા ક્ષમાર્થી દુષ્યંતના બોલેલા શાબ્દ સ્મરી તેજ વૃત્તિ અનુભવવા લાગ્યો અને सुतनु हृदयात्प्रत्यदेशव्यलीकमपैतु એ શબ્દ મનમાં બોલી પાછું નીચું જોયું.“

એટલામાં પવનમાંથી સ્વર આવતા હોય, આકાશવાણી થતી હોય, પૃથ્વીનાં પડમાંથી નાદ ઉપડતો હોયઃ એમ કુમુદસુંદરીનાં મુખમાંથી શબ્દ નીકળવા લાગ્યા અને તેની તીવ્ર અને કઠણ આંખ જ જોઈ ર્‌હેતો સરસવતીચંદ્ર આ શબ્દ ક્યાંથી આવે છે તે જાણી શકતો – જોઈ શકતો – ન હતો. શાયદ માત્ર તેના કાન સાથે અથડાતાં જ પ્રત્યક્ષ થતા અને મર્મને ભેદતાં જ સમજાતા. કોઈ મંદિરમાં સ્થાપેલી મૂર્તિ બોલી ઉઠતી હોય; રુપાની ઘંટડીયો અચીંતી વાગવા માંડતી હોય; કોમળતા, સુંદરતા, મધુરતા, પવિત્રતા, અને