ઉકાળવાનો હતો ?” એ વિચાર થયો. “લોકમાં જણાવાય નહી અને શિક્ષા થાય નહી ! ” – “ આનું શું કરવું ?”
બારી બહાર દ્રષ્ટિ પડતાં કૃષ્ણકલિકાનો વરને દીઠો. “આ છોકરો હવે મ્હારી રૈયત છે. મ્હારી પાસે આ બાબતની ફરીયાદ કરવા એની ગુંજાશ ખરી ? ના જ. ત્યારે હું પ્રમાદને શી શિક્ષા કરું ? – જેથી આ વાત ઉઘાડી ન થાય અને શિક્ષા થાય. વાત ઉઘાડી કર્યા વિના કરેલી શિક્ષાથી ફરીયાદીને શો સંતોષ ? – એ સંતોષ ન અપાય તો તો કારભાર છોડવો જોઈયે.
“કારભાર કોઈથી છેડાયો છે ? પ્રકટ વા ગુપ્ત બલાત્કાર વિના કોઈએ લક્ષ્મીને લાત મારી નથી!”
"બસ. બસ. હું ગમે તેમ કરી પ્રમાદને શિક્ષા કરીશ જ - મ્હારી ન્યાયવૃત્તિ જગત જોશે ! – હું નરકવાસી નહી થાઉં ! – માતુ:શ્રી ! તમે ખમેલો જુલમ મને સાંભરે છે ! એવો જુલમ હું નહી થવા દેઉં ! પ્રમાદ,- પણ હું તને શું કરું ? તને તે શી શિક્ષા કરું ? – તને શિક્ષા ન કરતાં હું જાતે જ શિક્ષા ખમું તો ?”
એટલામાં સરસ્વતીચંદ્ર બુદ્ધિધનની મેડીમાં આવ્યો.
“કેમ નવીનચંદ્ર !" શોક ઢાંકી બુદ્ધિધને પુછ્યું.
“ભાઈસાહેબ, કુમુદસુંદરીને લેવાને રત્નનગરીથી માણસો આવી પહોચ્યાં છે તેમના ક્હેવા પરથી જણાય છે કે ચંદ્રકાંત એક બે દિવસ ભદ્રેશ્વરમાં રહેશે. મ્હારે તેમને તરત મળવાનું કારણ છે એટલે જવા ૨જા માગું છું.”
“પણ કાલે જજો. આજ તો દ૨બા૨માં આવજો. આપણે ઘેર પણ ઉત્સાહ છે. બપોરે જમી કરી રાત્રે વાહન લઈ જજો. અને એમ કરતાં એ પણ અત્રે જ આવવાના છે કની ? ”
“હા જી, પરંતુ કંઈ કારણથી મ્હારે અત્યારે જ નીકળવું આવશ્યક છે. જમવાનું તો બપ્પોરસોરો જયાં પ્હોંચીશ ત્યાં થશે. આપે કંઈ મ્હારા ઉપર કૃપા રાખવામાં ન્યૂનતા નથી રાખી અને સ્વાભાવિક રીતે હું જેમ વધારે રહું તેમ ઈચ્છો; પરંતુ અત્યારે મ્હારી વિજ્ઞાપના સ્વીકારશો એ પણ કૃપા થશે.”
બુદ્ધિધન પ્રમાદધનની ચિંતામાં પડ્યો હતો, દરબારમાં જવાની ખટપટમાં ચિત્ત હતું, ગઈ રાત્રિથી જ સરસ્વતીચંદ્ર પરના ભાવમાં કાંઈક ફે૨ થયો હતો, અને ર્હેવા ન ઈચ્છનારને ર્હેવાનો વિવેક કરવો એ કાળક્ષેપ કરવા જેવું લાગ્યું.
"તમારી ઈચ્છા, નવીનચંદ્ર.”