પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪૭

રાખે તેનું સતીત્વ વધારે ? સીતાને રાવણ ઉપર પ્રીત ન હતી અને તેનાથી એ વિમુખ થાય એમાં નવાઈ શી ? કુમુદસુંદરી ! ત્હેં એ નવાઈ કરી – ત્હેં મને બોધ આપ્યો. હું ન્હોતો જાણતો કે મ્હારામાં આટલી નિર્બળતા હશે. ત્હેં આ બીજીવાર મ્હારું રક્ષણ કર્યું. મ્હેં ત્હારો ત્યાગ ન કર્યો હત તો ત્હારાથી હું કેટલો લાગ્યશાળી થાત ! હવે ત્હારો ત્યાગ કરવામાં જ મ્હારું ભાગ્ય રહ્યું. ત્હારો ઉપદેશ મ્હારે માનવો ?”

“ ક્ષમા કરજે – ત્હારો ઉપદેશ નહી મનાય. મ્હેં ત્હારી આ દશા કરી દીધી તેનું પ્રાયશ્ચિત્ત મ્હારે કરવું જોઈયે – હું અથડાઈશ, ભમીશ, અને તને સ્મરીશ મ્હારે મ્હોટાં નથી થવું. સંસાર, વિભવ, મ્હોટાઈ એ સઉ કોને માટે ? પિતાને વાસ્તે હું સંસારમાં રહ્યો હતો - ત્હારી 'માયા' મને ઉપભોગનાં ઈન્દ્રજાલ દેખાડત. પિતાની વૃત્તિયે મને સંસારમાંથી મુક્ત થવા સ્વતંત્રતા આપી – ત્હારો ત્યાગ કરી હું સંન્યાસી થયો ! હવે એ સ્વપ્ન જોવાં તે શા માટે ? ”

“ પ્રિય ચંદ્રકાંત ! તું વળી ભદ્રેશ્વર ક્યાં ગયો ? શું ત્યાં પણ ત્હારે કુમુદસુંદરીને પાછું મળવાનું રહ્યું ? સુવર્ણપુરને કાલ રાત્રિના સંસારે આમ એકદમ છોડાવ્યું એટલે અહીયાં તો તને મળાય એમ નથી.”

“ અહીયાં મળવું - ન ભદ્રેશ્વરમાં મળવું, ત્યારે ક્યાં મળું ? શું તને મળ્યા વિના નહી ચાલે ? એટલો સંસાર પણ મ્હારે શું બાકી રહ્યો ? ”

“ ત્યારે હું કોઈ ત્રીજે રસ્તે જઉં ! ચંદ્રકાંત ઉપર કાગળ લખી મોકલીશ."

" એ રસ્તો શું ક્રૂર નથી ? દુષ્ટ જીવ ! આટલી ક્રૂરતા કરી હજી સંતોષ ન વળ્યો ? ”

“ પિતાની આજ કેવી સ્થિતિ હશે ? એ ચંદ્રકાંત પાસેથી તે ખબર મળશે. તેમને મ્હારી પાછળ દુઃખ થયું હશે ? મને થયું તે એમને કેમ ન થાય ?”

“ ઈશ્વર એવા સમાચાર આપો કે એ મને ભુલી ગયા હોય.– પણ ચંદ્રકાંત – ગાંગાભાભીને પણ મ્હારે સારું લાગતું હશે. અરેરે ! મ્હેં કેટલાં માણસોને દુઃખી કર્યાં ? ” .

આમ વિચારો કરે છે એટલામાં પ્રમાદધનનો ખાનગી સીપાઈ રામસેન વાડામાં આવ્યો.

“નવીનચંદ્રભાઈ જતાં પ્હેલાં એકવાર આપને પાછાં સુવર્ણપુર આવી જવું પડશે.”