"પી જતી "આજ" ને આજ "કાલ" અભિમાની જેરભરી આવી
"ચુમ્બક – ઉર ચીરી કળી જતી લેહકુહાડી,
" એમ જ ચીર આ દમ્ભ નીચે,
" એમ જ આ સઉ દમ્ભ નીચે
" ઉતરી પડની, શૂર, નીચે નીચે !......૧
" આ જગદમ્ભતણા સાગરની નીચે નીચે જાજે,
" સમુદ્રતળીયે ઉતરી પડની, પડી નીચે નીચે જાજે,
" સમુદ્રની ચીરી ઉર્મિ ઉછળતી નીચે નીચે જાજે,
નીચે નીચે !”.......૨
"પડી, નિદ્રાવશ, હોડીને અંધ ઓછાડ, વીજળી સુતી;
" મુર્મુરકણિકા[૧] ભૂતિને[૨] ગર્ભ સ્ફુરી ર્હેતી;
“ પ્રિય - દ્રષ્ટિ અપશ્ચિમ, ઉરે વિરહીયે, ગણી ૨ત્નસમ, ૨ાખી;
"મણિ રહે ખાણ અંધારાં માંહ્ય છુંપાઈઃ
“ એમ જ આ સઉ દમ્ભ નીચે
" કામણ કંઈ તુજ કાજ હીસે;
"ધન્યભાગ્ય ! આ દમ્ભ નીચે
“ રસિક ! ઉતરી પડ નીચે નીચે ! !”
નીચે નીચે !”.....૩ [૩]
આ માનવીના દુઃખ નીચે ભારે મરતા હોય તેમ ધીમાચાલતા બળદની પાછળ ગાડું ખેંચાતું હતું, અને આગળ ઉડતા - તડકાથી ચળકતા ભડકા જેવા - ધુળકોટમાં પડવા માંડતી આહુતિની પેઠે અદ્રશ્ય બનતું, અદ્રશ્ય ભયભણી સરસ્વતીચંદ્રનાં પ્રારબ્ધ પેઠે - અદૃષ્ટ પેઠે – ચા૯યું.