પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦

શોક વ્યવહારવિપત્તિયોમાં લીન કરી બુદ્ધિધને શાસ્ત્રોક્ત પુત્રતા અનુભવવા માંડી. આ વિપત્તિયોના કુહાડા ખમી ખમી ચંદન વૃક્ષ જેવો બાળક શરીરે ક્ષીણ થતો ગયો અને તેના અંતર્યામાંથી બુદ્ધિગંધ બ્હેંકવા લાગ્યો. ચારે પાસ વિપત્તિયોની ભીડ થઈ રહી હતી તેને બળવાન બાહુવડે હડસેલી હડસેલી ધક્કાધક્કી વચ્ચેથી આગાડી ધપી સંસારસુખની ઝાંખી ખોળવામાં પાછળ રહી ગયેલા ભૂતકાળ ઉપર નજર નાંખવાનો અવકાશ ન રહ્યો; અને તે નિમિત્તે વિપત્તિયોની વધતી ભીડમાં ચગદાતો બાળક એકલો બળ અજમાવવા લાગ્યો.



પ્રક૨ણ ૪.
બુદ્ધિધન. ( અનુસંધાન ).

માઈ સૌભાગ્યદેવી બાળક અવસ્થામાં આજસુધી સાસરે જ રહેતી, તેનું કન્યાવય હવે બદલાવા લાગ્યું અને શરીર તથા સમાજમાં દેખાતો ફેર પડવા લાગ્યો. સસરા ગુજરી જવાથી સાસુ ઓરડે બેઠાં અને આખા ઘરનું કામ ઉપાડી લેવાનો ભાર ઉછરતી વહુને માથે પડ્યો. ઓરડામાં બેઠાં બેઠાં સાસુ કામ બતાવે અને તેમની સગવડ વણમાગી સાચવવી તથા તેમનાં વચન ઉપાડી લેવાં એ સઉ ચિંતા વહુને માથે પડી અને વણપરણ્યે ગૃહિણીધર્મનો તેને અનુભવ થવા લાગ્યો. બુદ્ધિધન સાથે આજ સુધી બોલવાનો પ્રસંગ પડ્યો ન હતો, પરંતુ ઘરખટલાના સમયમાં ન ચાલ્યે હળવે હળવે છાનાં છાનાં તથા બ્‍હીતે બ્હીતે વાતચીતનો પ્રસંગ પડવા લાગ્યો. અાઘાં ઉભાં ઉભાં પણ વણપરણ્યાં દંપતી ઉગનાર મદનના અાભાસની નવીનતા ભોગવતાં અને બીડેલાં હૃદય-કમલની પાંખડીઓ જોબનના જોસને વાસ્તે તૈયાર થતા ઉમળકાઓના જોરથી 'ઓ ઉઘડી,' 'ઓ ઉઘડી' થતી. ચારે પાસે ખરેખરી વિપત્તિ છતાં પણ બાલક-સ્નેહ એકાંત અવકાશ મળવે અાવી રીતે મુગ્ધવિનોદનાં નિર્દોષ સ્વપ્ન ભોગવતો અને વરવહુ બેમાંથી એકને પણ આનું ભાન ન ર્‌હેતું. કારણ આવી ક્રીડાસમયે સંસાર પર નજર ન ર્‌હેતી અને સંસારકાર્ય સમયે અા મુગ્ધપણું ભુલી જવાતું, એટલે બન્ને અવસ્થાનો, એકમેકથી વિરોધ વિચારી જોવાનો પ્રસંગ જ મળતો નહીં તે એટલે સુધી કે ચંચળ થવા સરજેલી મનોવૃત્તિયોનો તનમનાટ કોઈ વખત તો આજથી જ સાકાર થવા યત્ન કરતો અને વધતા પરિચયની વેદી ઉપર સહજ અટકચાળાપણાના સાથીયા પુરતો. આવી રીતે બે બાળકને એકબીજા સાથે 'માયા' થઈ અને