લગ્ન તરત બંધ રાખવાનું બીજું કારણ પણ હતું. પિતાના ક્રિયાખરચમાં
બુદ્ધિધન અાવ્યો હતો અને લગ્નના ખરચમાં તેવે વખતે પડવું
તે માથે આપત્તિ આણવા જેવું હતું. પરંતુ માતાની પાસે શરમ છોડાઈ
નહી. લગ્ન થયું અને વરકન્યા સાકાર ગાંઠથી જગતની અાંખ અાગળ
જોડાયાં. ઉત્સવ પુરો થયો. ચૉરી છુટી. સંસારનું મંડાણ થયું અને
લ્હેણદારોનાં મ્હોં જોવાનાં અાવ્યાં. આજ સુધી વર્ષાસનમાંથી ઘરખરચ
નભતું, લ્હેણદારોને સંતોષવા ક્યાંથી ? ઘરમાં હજાર હજાર નવી
વસ્તુઓનો ખપ પડવા લાગ્યો. જમીનની ઉપજ પણ તણાઈ જવા
લાગી અને ઉઘરાણી ઘસાતી હતી. ઘરમાં મા કે સ્ત્રી અાગળ અા
ફીકર દર્શાવવી એ તેમને નિરર્થક ચિંતામાં નાંખવા જેવું હતું. ખોટી
પણ ધીરજ બતાવી ઘરમાં પુરુષપણું જાળવવાની જરૂર હતી. સ્ત્રીયોમાં
બ્હીક ઉપજાવવી તે પોતાના પગ કાપવા જેવું અને નવું દુ:ખ ઉત્પન્ન
કરવા જેવું હતું. સર્વે ચિંતાથી બુદ્ધિધનનું શરીર ઘસાતું ગયું, તેના
સુખ ઉપર કાંતિ રહી નહીં, શરીર પર લોહી રહ્યું નહી, અને જુવાનીમાં
ઘડપણ આવ્યું. ઘોર અંધારી રાતમાં એક જ દીવો બળતો હતો. અાખા
દિવસથી કંટાળી પરવારતાં સાયંકાળે વિધવા માની સાથે વાતોમાં પડતાં,
તે વાતોમાં સોભાગ્યદેવીની કોમળ ટાપશીઓ સાંભળતાં, અને આખર
એકાંતમાં સોભાગ્યદેવીની મીઠી વાણી, મધુર ગાયન, અને મુગ્ધવિલાસામૃત અનુભવતાં, દુઃખી પુરુષ ઘડીભર સુખી અવસ્થા ભોગવતો હતો
અને સંસારના વ્યાપારમાંથી થાકેલું મન જાગતી ઉંઘમાં આનંદ-સ્વરૂપ
જોતું હતું. કુટુંબસુખની પરિસીમા રંક અવસ્થામાં જ ભોગવાય છે.
આ સ્વપ્ન પણ ટૂંકા જીવતરવાળું હતું. ચિંતાનું ઔષધ કરવા ઘરનું સુખ અસમર્થ નીવડ્યું. બુદ્ધિધનને કોઈ કોઈ વખત તાવ આવવા લાગ્યો. તેને તરત ન ગાંઠ્યો. તેમાંથી જીર્ણજવર પેદા થયો અને અાખરે એ હડહડતા તાવના ઝપાટામાં પછડાયો અને પથારી-વશ થયો. ચિંતાના દુઃખ અાગળ ઔષધ ઉપચારનું ચાલે એમ ન લાગ્યું, ગામમાં વૈદ્યો ઘણા હતા, પણ તેમાંનો મ્હોટો ભાગ ઉંટવૈદ્યોનો હતો. સઉ પોતપોતાનું ઔષધ, બતાવતા. બુદ્ધિધનનું ઘર ગરીબ હતું પણ 'કારભારી કુટુંબ' નું પ્રસંગે માન ર્હેતું. એટલે ઘણા લોક જોવા આવતા અને ભીડ કરી, માંદા માણસને કંટાળો આપી, ઘરમાં પુરુષ ન હોવાને લીધે આદર-સત્કારમાં ખામીઓ ક્હાડી, ઘરની સ્થિતિ ઉપર અને માણસો ઉપર ટીકા કરી, મ્હોંએ અને કદીક મનમાં લુખી દયા આણી