મ્હોંમાંથી પીછું ક્હાડી સાહેબ બોલ્યાઃ “બુધ્ધિધન, તમને ખબર
છે કે સુવર્ણપુરના ગરાસીયાનો જવાબ રાણાએ કીયા વરસમાં આપ્યો ?”
બુદ્ધિધન વિચારમાં પડી બોલ્યો. “ પંત, બેચાર દિવસ ઉપર જે દફતર તપાસ સારું અાપ ઘેર લઈ ગયા છો તેમાં એ જવાબ હશે ને તેમાં તારીખ હશે.”
સાહેબઃ–“જાઓ, માણસ મોકલી મંગાવો.”
પંત તાબેદારીથી–નરમાશથી બોલ્યો: “ સાહેબ, આજ હું ઑફિસમાં જોઉ છું, ત્યાં નહી હોય તો કાલ ઘેર જોતો આવીશ.”
સાહેબઃ–“નહીં નહીં, અત્યારે જ માણસ મોકલો કે તમે જાઓ.”
પંત:–“બુદ્ધિધન, મ્હેરબાની કરી કોઈને મ્હારે ત્યાં મોકલશો ? ”
બુદ્ધિધનને લાગ મળ્યો. નરભેરામ કરી એક બંદો, મશ્કરો, અટકચાળો, અદેખો, બહુબોલો, કોઈની શરમ ન રાખે એવો કારકુન હતો. રમાબાઈને સ્વતંત્રતા આપવા સારું પંતની પુઠ પાછળ તે ટોળ કરતો, દક્ષિણીઓને ધિક્કારતો, અને પંતની કડવી મશ્કરીયો કરતો. તે પોતાના બીજા કામમાં બહુ લાગતો એટલે પંત અા સઘળું માફ કરતો અને તેને પોતાનો ગણતો. બુધ્ધિધને દસ્તાવેજ ખોળવા તથા લાવવા નરભેરામને શોધી ક્હાડી મોકલ્યો. નરભેરામ જઈ જુવે છે તો પંતનાં બારણાં બંધ. કોઈને બોલાવવાને બદલે ઉલાળાકુંચીના કાણામાંથી નીચો પડી જોવા લાગ્યો તો ભૂપસિંહને અંદ૨ દીઠો. કોઈને ખબર કર્યા કે બોલાવ્યા વિના એકદમ પાછો ફર્યો, બુદ્ધિધનના કાનમાં ગમત પામી સમાચાર કહ્યા. એણે પંતને કહેવા કહ્યું, અને પંત સાહેબનાથી જુદી ઓરડીમાં ગયો હતો ત્યાં જઈ નરભેરામ ઉભો રહ્યો અને મ્હોંપર શોક અાણી – ગુસ્સો અાણી, મનમાં આનંદ પામી, જાણે કે જીભ ઉપડતી ન હોય તેમ ડોળ કર્યો. આખરે સઉ સમાચાર કહ્યા. સદાશિવનો ચહેરો બદલાઈ ગયો, માથું ફરી ગયું, અને નરભેરામની સલાહ માંગી. નરભેરામ કહે "બુદ્ધિધનને પુછો તો સારું, એ ઉપાય સુઝાડશે. મને તો લાગે છે કે આ લુચ્ચા ભૂપસિંહની ફજેતી કરવી ને મારવો.” મનમાં જાણ્યું કે "ઠીક લાગમાં આવ્યો છે - ભૂપસિંહ તો મરદ છે. બચ્ચા, ફજેતી તો ત્હારી બાયડીની થશે ને સાથે ત્હારી !” ગભરાયલા સદાશિવને બુદ્ધિધને ગંભીર, ચિંતાવાળું અને અજાણ્યું મ્હોં રાખી શીખામણ આપી કે "દસ્તાવેજ જડતો નથી માટે જાતે શોધવાની પરવાનગી લેઈ ઘેર ચાલો.” ત્રણે જણ ચાલ્યા. ગરાસીયાનું કામ અને મારામારી થાય કરી એક બે સીપાઇઓને પણ સાથે લીધા. બારણાના કાણાંમાંથી જુવે છે તો ભૂપસિંહ