“ હા, એ ઈશ્વર અધીન વાત હતી.”
“ શઠરાયે પર્વતસિંહનું કરાવ્યું એમ તમે જડસિંહનું કરાવ્યું હત તો તમારા હાથમાં હતું.”
૨ાણો મ્હાત થયો.
“ઠીક, ભાઈ પ્રસવકાળ અાણો. પણ એ યે પ્હેલથી જણાય છે હોં ! છોકરાવાળું પેટ ઢાંકયું નથી ર્હેતું. ”
“પણ આ તો વગર પેટે છોકરું આવવાનું છે.”
રાણો ફરી મ્હાત થયો.
"બહુ સારું. તમે કહો-કરો તે ખરું. ”
આગળ રાણો અને પાછળ અમાત્ય એમ બે જણ ચાલ્યા. પાછળ ચાલતાં ચાલતાં બુદ્ધિધન બોલ્યો, “ રાણાજી ! હવે થોડા દિવસમાં સઉ જણાશે. ” ફરી પાસે જઈ કાનમાં કેટલીક વાત કરી.
ભૂપસિંહ ખુશ થયો, પાછો ફર્યો, પ્રધાનનો વાંસો થાબડ્યો, અને મંદિર બહાર નીકળ્યો.
“નીઘા રખો, મ્હેરબાન ”– બુમ પડી. ગાડીમાં બેસી, ગાડીનાં ચક્ર, ઘોડાઓની ખરીઓ, અને સવારોની તરવારોના ખડખડાટ ભડભડાટ સાથે સવારી ચાલી. ગાડી નજર બહાર થઈ જોઈ બુદ્ધિધન પાછો અંદર ચાલ્યો. મંદિરનાં પગથીયાં પર ઉભો ૨હી, દાઢીયે હાથ મુકી, વિચા૨માં પડી, બોલ્યો: “ઈશ્વર ! હું કાંઈ કરતો નથી. અા સઉ તું જ કરે છે.”
છાતી પર હાથ મુકી બોલ્યો, “ ઈશ્વર, મ્હેં કોઈનું નુકસાન – વગર - કા૨ણ નુકસાન – કર્યું નથી – ક૨ના૨ નથી. યોગ્ય કારણસર નુકસાન કરવું – તે તો તું એ ક્યાં નથી કરતો ? અંતઃકરણને દીલાસો મળ્યો. તેમાંથી ખુંચ નીકળી ગઈ તે સાફ થતાં જાગ્યો હોય તેવો બની ચારે પાસ નજ૨ કરી બુમ પાડી, “ દત્ત ! દત્ત !”
મૂર્ખદત્ત ઉતાવળો ઉતાવળો આવ્યો. તે રસોઈ કરી રહ્યો હતો અને રાણો કલાક બેઠો હતો એટલે મૂર્ખદત્તને પણ અંદર ભરાઈ રહેવું પડ્યું હતું. અંદર ગયા પછી સાંભર્યું કે નવીનચંદ્ર પણ વાડામાં છે અને અમાત્ય કુટુંબ પણ ત્યાં ગયું. ગભરાયલો ગભરાયઓ ઉઠયો અને રસોઈની ઓરડીમાંથી એક જાળીયું બ્હાર તળાવમાં પડતું હતું ત્યાંથી અંગુઠાપર ઉભો ૨હી બે હાથે જાળીના સળીયા ઝાલી જોવા લાગ્યો. સારે ભાગ્યે નવીનચંદ્ર વાડામાં ઝાઝી વાર ન રહેતાં તળાવમાં ન્હાવા પડ્યો હતો અને ન્હાઈ રહી ઓટલા પર ઉભો રહી દીલ ૯હોતો હતો. બુમ ન પાડવી ઠીક કરી દત્તે ઝપ લઈ ભોંય ઉપરથી લીંપણુના પોપડા ઉખાડીન નવીન-