લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૨


ચંદ્ર પર ફેંક્યા. જાળી બહાર હાથ નીકળતો ન હતો એટલે પોપડા ખરેખર વાગ્યા નહી. આખરે એક પોપડો બરોબર ન્હાયેલા નવીનચંદ્રના વાંસા પર પડી, વાગી, ભાંગી ગયો. નવીનચંદ્ર ચમક્યો અને પાછળ ફરી ઉંચે અાંખો ચ્‍હડાવી જુવે છે તો દત્તને દીઠો અને જાળીયા પાસે ગયો. દત્તે રાણો તથા અમાત્ય અને એનું કુટુંબ આવ્યાના સમાચાર ધીમે સાદે કહ્યા અને સૂચના આપી કે “ સઉ જાય ત્યાં સુધી વાડામાંએ ન જશો અને મંદિ૨માંએ ન અાવશો. રાણાને જોવા હોય તો પેલી પાસ થઈ દરવાજા આગળ ઉભા રહેજો” એમ કહ્યું. નવીનચંદ્રે વખત ગાળવા ગાંસડી છોડાવી એક ચોપડી માગી. દત્ત ચમક્યો અને આ વળી પંડિતની પેઠે ચોપડી માગે છે તે શું એમ વિચાર કરતાં કરતાં અાપી. ઝાડની ડાળીમાં પોતાનું ભીનું પોતીયું ધોઈ નચોવી મ્હોંપર છાંયડો આવે એમ નવીનચંદ્રે સુકવ્યું. અને શીયાળાની સવારનો તડકો સારો લાગવાથી ધડ તડકામાં રાખી ચોપડી વાંચતો બેઠો અને વચમાં વચમાં આસપાસનો દેખાવ જોવા લાગ્યો. મૂર્ખદત્ત રસોઈમાં પડ્યો, પરવાર્યો, અને અમાત્યે બોલાવ્યો તે સાંભળી બહાર આવ્યો. ડોકું ઉંચું કરી બોલ્યો, “ જી !” ઘુમટામા જીકારના પડઘા થયા.

બુદ્ધિધન:“કેમ ? કેમ આજ કોઈ આવ્યું નથી કે ?”

મૂર્ખદત્તઃ “અલકબ્‍હેન અને ભાભીસાહેબ આવ્યાં છે ને.”

" કયાં છે ?"

“ વાડામાં પધારો. રાણાજી અાવ્યા હતા એટલે તાળું વાસ્યું હતું.” અાગળ તપોધન દોડ્યો અને પાછળ અમાત્યે ચાલવા માંડ્યું.

“ હાલ કોઈ ઉતારુ નથી કે ધર્મશાળામાં ? ”

“ હાજી, એક જણ છે તળાવ પર કે ઓટલે બેઠા હશે.” તાળું ઉઘાડ્યું અને બારણું ઉઘાડ્યું.



પ્રકરણ ૭.
વાડામાં લીલા.

હાદેવની પાછળના વાડામાં થોડા દિવસ થયા મોગરો, ગુલાબ, ચંપો, અને એવાં એવાં કુલની વાડી જેવું બનાવવા યત્ન કરવામાં આવ્યો હતો. મૂર્ખદત્તનો એક સુતળીનો ભરેલો ઉંચાનીચા પાયાવાળો ખાટલો વચ્ચોવચ પડ્યો રહેતો, તેમાં એકલો હોય ત્યારે તે ચત્તો સુતો સુતો કઠોર