ગાયન કરતો અથવા અશુદ્ધ શ્લોક ગાતો. અલકકિશોરી અને કુમુદસુંદરીએ વાડામાં અા ખાટલાની બેઠક શોધી ક્હાડી, અને એક બાજુ પર બેઠાં. સાહેલીયો માથા અને પાંગથ આગળ બેઠી. અલકકિશેરીયે ઉઠી ફુલ તોડી સઉને વહેંચી આપ્યાં.
“ક્હો, ભાભીસાહેબ, કીયું કુલ લેશો ?”
"તમે અાપો તે.”
“ના, પણ તમે પસંદ કરો.”
“તમે આપશો તે હું પસંદ જ કરીશ.”
"બધી બાબતમાં એમ કરશો તો તમને ભારે પડશે.”
"અાખા સારા. તમારા આપેલા ભાઈને લીધા તો હવે એમ શા મેળે કહો છો ?”
“લ્યો ત્યારે અા શાહાળી લ્યો. તમારા જેવાં નાજુક ને તમારા જેવા રંગવાળાં.” હસતાં હસતાં કુમુદસુંદરીચે નાજુક હાથેલીમાં કુલ લીધાં. લાંબા કરેલા, રુપેરી પાણીવાળી નદી જેવા, હાથમાં ફુલ શ્વેત કમળ જેવાં લાગવા માંડ્યાં.
અલકકિશોરી –“ જો વનલીલા, મ્હારી ભાભીનો હાથ અત્યારે દેખાય છે એવો કોઈનો દેખાય છે ?"
રાધા – “બ્હેન, તમારાં ભાભી, એમાં તે કાંઈ મણા હોય ?”
વનલીલા – “તમે અા કુલ આપ્યાં પણ એવાં કુલની વેણી ગુંથાવી આપો અને અંબોડે ઘલાવો. અા વસંતના દિવસ છે.”
રાધા – “વસંતે નવો અને એ પણ નવાં."
અલક૦ - “ જો, અા ફુલના હાર કરાવી એમના પલંગની ચારે પાસ બાંધીશું. ને ગુલાબનું કુલ ઘાલી વેણી કરીશું.”
વનલીલા –“ને ચંપા ને મોગરાના ગજરા કરજો.”
અલક૦ – “ને ભાભી, મ્હારા ભાઈ પાસે મુજરા કરજો.”
કુષ્ણકલિકા – ( હસી પડી ) “મરો, મુજ૨ા તો ગુણકા કરે.”
અલક૦ – “મેર, મેર, બોલનારી ન જોઈ હોય તો. લાજ.”
કાળી અને શીળીના ડાઘાવાળા મ્હોંવાળી પણ શક્કદા૨ કુષ્ણકલિકા ઓછી બુદ્ધિની હતી અને વર્તણુકમાં શિથિલ હતી એટલે આ ઠપકો નકામો ગણ્યો અને મનમાં અલકકિશોરીને ડહાપણ ડાહ્યલી અને ચોળી ગણવા લાગી. એમાં તે શું કહ્યું એમ જ મનમાં આવ્યું એનું વચન સાંભળી કુમુદસુંદરીનું મ્હોં ઉતરી ગયું. પોતાની અવગણના થઈ લાગી. પોતે નીચ સોબતનું ફલ ભોગવે છે એમ વિચાર થયો. શરીરના ભોગ અને વૈભવ પુરા પાડનાર પ્રમાદધન સાથેના સંબંધ ઉપર તર્ક કરવા લાગી અને તે જોતાં,