ખરે, આ શું ખોટું કહે છે ?” એમ મનમાં અાવ્યું. પોતાનાં પ્રિય પુસ્તકો સાંભર્યા, સરસ્વતીચંદ્ર સાથનો સંબંધ સર્વ ઈચ્છાઓ તૃપ્ત કરત – સર્વ મનોરથ પુરા કરત એવો અસંતોષ થયો, સરસ્વતીચંદ્રના ગુણ સાંભરી આવ્યા, હૈયું ભરાઈ આવ્યું, અને રોવા જેવી થઈ ગઈ. સર્વેયે જાણ્યું કે કૃષ્ણકલિકા પર ખોટું લાગ્યું અને એને ઠપકો દેવા તથા કુમુદસુંદરીને સમજાવવા મંડી ગયાં. કુમુદસુંદરીયે અાંખો લોહી નાંખી, કૃષ્ણકલિકા પર ખોટું લાગ્યું નથી એવું કહ્યું, પણ તેની સાથે પોતાના મનોવિકારનું કારણ આપી શકી નહી એટલે સઉને પોતાને તર્ક ખરો જ લાગ્યો. સરસ્વતીચંદ્ર અને કુમુદસુંદરી એકબીજાને ઘણાક દિવસ ઉપર માત્ર એક જ વખત મળ્યાં હતાં અને પ્રમાદધન સાથે તો અાટલો સંબંધ થયો હતો – પ્રમાદધનનો 'સવારથ' (સ્વાર્થ) દીઠો હતો તે છતાં બીચારીના મનમાં એ ચંદ્ર જેવાના સ્મરણનો સ્પર્શ થતાં ચંદ્રકાન્તમાંથી રસ ઝરે તેમ શોકમય રસ ઝરતો. સરસ્વતીચંદ્ર રૂપવાન છે કે નહી તેનો તેને વિચાર પણ ન્હોતો થયો. માત્ર તેના પત્રવ્યવહાર અને વચનામૃત ઉપરથી મોહ પામી હતી. અને પ્રમાદધન કાન્તિવાળો, ફક્કડ અને ભોગી હતો તે છતાં આ મોહ ખસતો ન હતો. વયમાં અને શરી૨માં તેમ જ વિદ્યા, બુદ્ધિ, ડહાપણ, ચતુરાઈ અને રસિકતા તેમાં પણ ધણી કરતાં સ્ત્રી ચ્હડતી ન જોઈએ. એવી સ્ત્રી કજોડાનું દુ:ખ ભોગવે છે, પતિથી તૃપ્ત થઈ શકતી નથી, પતિ મ્હોટો છે એવું સમજી શકતી નથી, તેને મનમાં માન આપતી નથી, તેના ઉપર સ્નેહ થતો નથી, તેની સાથે અંતરમાંથી એક થઈ શકતી નથી. જો કુલીન વૃત્તિવાળી ન હોય તો મનમાં તિરસ્કાર પણ કરે છે. કુમુદસુંદરીમાં ઈશ્વરે કુલીનતા વાવી હતી, માબાપે ઉછેરી હતી, અને વિદ્યાએ ફળકુલવાળી કરી હતી. પણ બુદ્ધિધનનાથી વિદ્યાચતુરના ઘરની હવા જ જુદી હતી અને તેમાં એ ઉછરી હતી. વર અને સાસરીયાં સર્વને ચ્હાતી હતી, સર્વનું સારું વાંછતી હતી, અને તેમનાથી મનમાં પણ જુદાઈ ન આણવા મથતી હતી. પરંતુ તેની શક્તિની હદ હતી અને પાણી વગર હવામાં માછલી તરફડે તેમ વિદ્યા વગરના ઘરમાં વિદ્યાચતુરની બાળકી વલોપાત કરતી હતી. મહામ્હેનતે એ વલોપાત ઓછા થવા આવ્યા હતા, એટલામાં અા કુષ્ણકલિકાના વચનથી સરસ્વતીચંદ્ર પાછો સાંભર્યો. તેણે મોકલેલા શ્લોકવાળો કાગળ અત્યારે પણ કમખામાં હતો. સઉના દેખતાં કાગળ ક્હડાયો તો નહી, પણ એમાં મન ભરાયું. મગજમાંથી છાતીમાં તાર ગયો હોય તેમ કાગળના સ્પર્શનું ભાન અાણી હૈયું ધબકવા માંડ્યું. ત્હાડની કંપારી આવી હોય તેમ શરીરમાં ચમકારા થયા અને રુંવે રુવાં ઉભાં થયાં. કાંઈક પરસેવો પણ થયો. પરંતુ આ સર્વ તેણે એકલીએ જ
પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૯૨
Appearance