એકપાસ આ સંવાદ ચાલે છે. બીજી પાસ કુમુદસુંદરી અને વનલીલા છાનાંમાનાં ફરતાં હતાં અને વનલીલા ઝીણે રાગે ગાતી હતી–
“ સંવે, સંતુતિ કરે સ્વામિની.. *[૧]
પોતે પણ “આશાભંગ” થઈ હતી તે કુમુદસુંદરીને સાંભર્યું. હળવે ૨હી વનલીલાથી છુટી પડી અને ઓટલાના મૂળ આગળ મહાદેવની પછીતની ભીંતને અઠીંગી તળાવ ભણું જોતી જોતી એકલી ઉભી રહી, વનલીલાવાળી કડી ફરી ફરી ગાતાં અણધારી એક નવી કડી એનાથી એની મેળે જ જોડાઈ-ગવાઈ ગઈ.
“ ગયો ચંદ્ર ક્ષિતિજ તજી ક્યાંય ?
વળી થોડીવાર અટકી બોલી ઉઠી;
કેમ કમળ તજી દઈ જવાયું રે ?"
ચિત્તવૃત્તિ આમ સળગ્યાં જતી હતી અને તેને ભડકો કલ્પનાના રાતાપીળા રંગ ફેરબદલ ધારી વધ્યાં જતો હતો. વિચાર અંજાઈ ગયા અને કોમળ અંતઃકરણ તપી જતાં આંખે અને કાને પોતાનું કામ કરવું છોડી દીધું. જાગૃત અવસ્થામાં સ્વપ્નની પેઠે કુમુદસુંદરીના મગજમાં સરસ્વતીચંદ્ર આબેહુબ ખડો થયો. પળવાર એક મ્હોટા અરણ્યમાં એક ઝાડની છાયા તળે ઉભેલો દેખાયો. બીજી પળે એક ગામડાની ભાગોળે કોઈ કણબીના ખાટલા ઉપર થાક્યો પાક્યો બેઠેલો લાગ્યો. વળી એક મહાનગરના ધોરી રસ્તાપર ભીડમાં એકલો અજાણ્યો અપ્રસિદ્ધ આથડતો લાગ્યો. થોડીવારમાં એક ધર્મશાળામાં માંદા પડેલો અને કોઈ સંભાળનાર ન મળે એવું સ્વરૂપ થયું. પોતાની પાસે વેશ બદલી ઉભો રહ્યો હોય અને પોતે ઠપકાભરી આંખે જેતી હોય એમ લાગ્યું. આ જાગતી નિદ્રા - અા અવસ્થા - તેને ઘણીવાર અનુભવવી પડતી હતી, પરંતુ તે તેને પતિવ્રતાધર્મથી વિરુદ્ધ લાગતી હતી અને કાંઈક ઉપાય કરવા ઈચ્છતી હતી. સાસરે આવ્યા પછી આ વ્યાધિથી તે દુબળી થઈ ગઈ હતી અને મન પણ નબળું પડ્યું હતું. સુવર્ણપુરનું પાણી નવા આવનારને માફક થઈ જતાં વાર લાગે છે એવું કેટલાકનું માનવું હતું. ઔષધિ ઉપચાર અને
- ↑ * એખાહરણમાંથી.