પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪

દીકરાના કાનમાં ભરાઇ લાખ વાતો કરતી અને લાખ ઉપાય ખરાખોટા બતાવતી. વહુ એમ જાણતી કે સાસુ વરના કાન ભરવે છે, એટલે વરના ક્‌હેવાની કાંઇ અસર થવાની હોય તો પણ ન થતી. કદીક તો ધણી મારે તે પોતાના જારને કહી દેતી અને તે લોક નિશાળમાં અથવા રસ્તામાં હરિપ્રસાદને મારતા અને એની પાસે કબુલ કરાવતા કે હવે મારીશ નહી.

આ વહુ પિયર ગઈ હતી ત્યાં સુધી ચંડિકા સુખી હતી. હવે એ પાછી વિદ્યાચતુરને ઘેર પણ આવી અને ચંડિકાને ત્રાસ પડ્યો કે “વળી શી નવાજુની થશે ?” એક દિવસ તો સઉ જમવા બેઠાં હતાં, માત્ર ગુણસુંદરી જમ્યાવિનાની પરસાળમાં કાંઇ કામ કરતી હતી, અને મનોહરી પરસાળની મેડિયે બાળક કુમુદસુંદરીને રમાડતી રમાડતી, એના ઘરમાં છચોક ઉઘાડે સ્વરે ગાતી ગાતી મ્હોટા મ્હોટા હીંચકા ખાતી હતી:

“જાય છે જાય છે જાય છે રે આ જુવાની ચાલી જાય છે !
”પાણીનો રેલો ને આભલાની હારો જેવી – જુવાની ચાલી જાયછે. ! ૧
“ન્હાનો નાવલિયો ને કજોડાની નારની – જુવાની૦
“પિયુ પરદેશ એવી રાંડી સમી માંડી તણી – જુવાની૦ ૨
“સાસુ સંતાપે ને માવડિયો કંથ, એની – જુવાની૦
“સધવા રુવે – રુવે વિધવાયે! એમ બેની – જુવાની૦” ૩

ગીત સાંભળી ચંડિકા જમતી જમતી અકળાઇ – પણ શું કરે ? બોલે તો રોકડો જવાબ આપે એવી વહુ હતી. બીજાં બધાં ગીત સાંભળી હસવા લાગ્યાં ને એક બીજાના મ્હોં સામું જોવા લાગ્યાં. કામ કરતું મુકી ગુણસુંદરી પરસાળમાં પળવાર ઉભી રહી હડપચીએ હાથ દેઇ પળવાર વિચારમાં પડી. મનોહરીએ હજી ચ્હડે એવું ગીત ગાવા માંડયું અને એ ગીતમાં હીંચકાની સાંકળોનું ગાયન ભળ્યું.

“જીરવાય નહી રે જીરવાય નહી ! માડી ! જુવાની આ જીરવાય નહી !
“સહિયર સમાણી મ્હારી ચમન કરે ને નીકળી પડે મ્હારી આંખોરે! માડી૦
“અદેખી નાર મને કરી કજોડે, મ્હારા ન્હાનડિયા કંથને કો ઝાંખો રે! મા૦૧
“વાયદો કર્યો ચાર વરસનો ઢુંકડો, થશે – જવાન એ – હું ઘરડી રે મા૦
“ઉછળે જુવાની, ના ડાટો દેવાય, વાળું મન હું મરડી મચરડી રે! મા૦” ૨

ચંડિકાથી સ્હેવાયું નહી, તે જમતી જમતી ઉઠી પરસાળમાં જઇ મેડીએ ચ્હડવા લાગી. ગુણસુંદરી એનો ગયેલો મીજાજ સમજી અને અટકાવીને