પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૬

અને તેની ચેતના દૂર જતી ર્‌હેતી હોય તેમ પક્ષિમાત્ર અધીરાં બની ટોળે મળી પૃથ્વી ભણી ઉડી આવતાં હતાં અને વૃક્ષોમાં અદૃશય થતાં હતાં. કંઇક પ્રકાશ અને કંઇક અંધકાર એ બેની મેળવણી શૂન્ય અરણ્યમાં એકલા માનવીનું હૃદય કંપાવે એવી ત્રાસદાયક લાગતી હતી અને ઝાંખી દુબળી ચંદ્રલેખા પણ વિશાળ આકાશના એક ખુણામાં ઉગી, ઉગતાંવાત જ જગતના આ દેખાવથી ત્રાસી, અસ્તાચળની ઉંડી ગુફામાં ભરાઇ જવાનું કરતી હતી. તેવે પ્રસંગે સરસ્વતીચંદ્ર મૂર્છામાંથી જાગી ઉઠ્યો અને તેની અાંખ આ આકાશ, અરણ્ય, અને દૂરથી ચીસો નાંખતી રાત્રિપર પડી. મનુષ્યવસ્તીની છેલી નીશાની અર્થદાસ કેઇ દિશામાં ગુમ થઇ ગઇ તે શોધવા સરસ્વતીચંદ્ર બેઠો થયો કે રસ્તા ઉપર બે પાસ લાંબી દૃષ્ટિ નાંખવા લાગ્યો, પ્રયત્ન નિષ્ફળ થતાં ઉપરનું આકાશ પળવાર જોવા લાગ્યો, પળવારે પવનથી ખડખડતા ચારેપાસના જંગલભણી નજર ફેરવવા લાગ્યો, અંતે જંગલના ઉંડા ઉંડાણમાં પડવા માંડતી ભયંકર પ્રાણીઓની ચીસો સાંભળી ચમક્યો, અને ભુખ્યો ન હોય, અશક્ત ન હોય, ને ખિન્ન પણ ન હોય, તેમ સફાળો એકદમ ઉભો થયો. તે જ ક્ષણે ચંદ્રલેખા પણ બ્હીની હોય તેમ સંતાઇ ગઇ અને વાઘ જેવો અંધકાર વિશ્વ ઉપર ફાળ મારી કુદી પડ્યો અને સરસ્વતીચંદ્રના પણ સામો આવી ક્રોધભરેલા ડોળા ઘુરકાવવા લાગ્યો.

પળવાર આ નવા અચિન્ત્ય સ્વપ્નથી હૃદયસ્તંભ પામી, છાતી પર હાથ મુકી, કાંઇ નવો શોધ થયો હોય તેમ સરસ્વતીચંદ્ર ચંચળ બની ચાર પાસે દૃષ્ટિ ફેરવવા લાગ્યો, કાન ધરવા લાગ્યો, અને તેના મુખ પર આનંદ ચમકવા લાગ્યો, “હા! જે મહારાત્રિનાં દર્શન કરવાનો અભિલાષ હતો તે આ જ ! કુમુદ ! હવે હું તને ભુલું છું ! તું દિવસમાં રહી – હું રાત્રિમાં આવ્યો ! યમરાત્રિના પ્રતિબિમ્બરૂપ રાત્રિ ! યમરાત્રિ કેવી હશે તે ત્હારા દર્શનની સહાયતાથી હું અત્યારે કલ્પું છું. ચંદ્રકાંત ! તું વળી મને આમાંથી અટકાવતો હતો – અટકાવવા આવ્યો છે ! ગુમાનબા, આ સઉ તમારો આભાર છે ! પિતાજી ! તમે મ્હારા ઉપરથી સ્નેહ ઉતારી મને માયાના ફન્દમાંથી મુક્ત કર્યો ! સંસાર, સ્નેહ, લક્ષ્મી, અને બીજી બધી માયામાંથી મુક્ત થઇ આખર હું આ આખરની અવસ્થા અનુભવવા પામું છું. આ નિર્જન ઘોર અરણ્યમાં શૂન્ય રાત્રિમાં ક્રૂર પ્રાણીયો વચ્ચે માત્ર