પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮

શબરૂપે પડી પડી, ઘુવડ અને શિયાળ જેવાં પોકે પોક મુકી રોતાં સંબંધિયો વચ્ચે, કાળાગ્નીની ભડભડ બળતી અજરામર એકાંત અને ભયંકર ચિતાના મુખમાં ખવાવા લાગી; શુન્ય જેવા દશે દિશ વ્યાપતા અંધકારના અદૃષ્ટ અવયવોમાં કલ્પનાની પેઠે ભરાઇ મચી રહેલા જંગલો, પર્વતો, નગરો અને પ્રાણીઓના – અંતર્ગત ઠઠ ઠાઠને અાંખો મીંચી જોઇ ર્‌હેતી હોય, તે મહાસ્વપ્નમાં ને સ્વપ્નમાં જ સિંહ વાઘ વગેરેની ભયંકર ગર્જનાઓને લવાતી હોય, તેમ સુષુપ્તિ સમયે જાગૃત સંસ્કારોમાં પ્રવાહપતિત થઇ ગઇ; બાહ્ય સંસારના પ્રપંચોને અગોચર કરી ચારે પાસે અંધકાર ભરી સરસ્વતીચંદ્રના મગજમાં કોઇ સર્વવ્યાપી એક તત્વનો લય કરી એ લયમાં જ સમાધિસ્થ થઇ ગઇ. ઘર છોડ્યું, લક્ષ્મી છોડી, પિતા છોડ્યા, મિત્ર છોડ્યો, કુમુદ છોડી અને સ્નેહ પણ છુટી ગયો; એ સર્વ પટ સરી ગયા તેની સાથે જ એ ઉપાધિપટમાં ઢંકાયલું તત્ત્વ જાતે અપ્રયાસે દૃષ્ટિગોચર થયું હોય તેમ તે જોતે સરસ્વતીચંદ્ર અત્યારે જંગલ વચ્ચે અંધકાર વચ્ચે ઉભો રહ્યો અને ઉંડા વિચારમાં વિચારશુન્ય જેવો લીન થઇ ગયો.

પરંતુ આ અવસ્થા ઘણીવાર ટકી નહી. થોડીક વારમાં શરીરયંત્રની કમાને, બળ કરી, એકાંત મને વૃત્તિને, નદીની રેલીનો પ્રવાહ કીનારાની ભેખડને તોડે તેમ, તોડી પાડી અને પોતાના પ્રવાહમાં લીન કરી.

"શરીરયંત્રને પ્રકોપકાળે શિથિલ યોગની માયા !”

આખા દિવસની ક્ષુધા વિચારમાત્રનું ભક્ષણ કરવા લાગી અને મસ્તિક ખાલી પડ્યું; તૃષા કંઠને રોકી બેઠી અને સરસ્વતીનો પ્રવાહ નીકળવા પામે તે પ્હેલાં તેનું આચમન કરવા લાગી; અંધકારે નકામી કરેલી અાંખોને શરીરની અશક્તિએ કરી મીંચાવી અને સરસ્વતીચંદ્ર મૂર્છા ખાઇ ફરી પૃથ્વી પર ઢળી પડ્યો. પશ્ચાત્તાપ કરાવનાર બુદ્ધિ અધિષ્ઠાન વિનાની થઇ પડી; ભય અને શોક કરાવનાર ભાન ઉડી ગયું.. ઘણાક ઉદ્ધત પુરુષો મ્હોટી મ્હોટી વાતો કરી વાતપ્રમાણે કામ કરવાનો પ્રસંગ આવ્યે ડરી જઇ કંપારી ખાય છે, સરસ્વતીચંદ્રે તે કંપારી ખાધી ન્હોતી. તામસને વશ થયેલા ઘણાક મૂર્ખો વિચારશુન્ય કામ કરી બેસી પશ્ચિમ બુદ્ધિના કાંટા વાગતાં કર્યું ન કર્યું કરવા મથે છે, એક કુમુદસુંદરીની વાતમાં તેમ કરવા ઇચ્છા હોય તો તે પુરી પાડવી અશક્ય હતી અને બીજી કંઇ પણ વાતમાં તેમ કરવા સરસ્વતીચંદ્રને ઇચ્છા સરખી થઇ હતી નહી અને તે જ કારણથી ચંદ્રકાંતથી નાસતો ભાગતો આ જંગલના દુ:ખમાં મંગળ ગણવા લાગ્યો હતો. એ સર્વ વિચિત્ર નાટકનું