પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

હતો તે આ અણધાર્યા પ્રસંગથી બીજા વ્યાપારમાં ગુંથાયો, અને નિદ્રા છુટતાં અકસ્માત વાણિયણને બચાવવા કુદી પડયો હતો. તેને પોતાની અશક્તિ અને શસ્ત્રહીનતાનું ભાન આવ્યું, તો પણ વાણિયણને હસ્ત બળથી છોડવી અને એક હાથે તેને ઝાલી ભમ્મર ચ્‍હડાવી હઠી ગયેલા બ્‍હારવટિયા સામું જોઈ રહ્યો. આ જોઈ સુરસંગ અત્યાર સુધી છેટે ઉભો હતો તે હસતો હસતો આવ્યો અને ક્‌હેવા લાગ્યો.

“ચંદનદાસ, આ ભવાઈ હવે જવા દે. આ બઇરાંને જવા દે અને મરદોને સાથે લઈ જા. ચંદરભાઈ, હું તમને ઓળખું છું – જાવ આમની સાથે.”

કોપાયમાન મુખવાળો પણ શું કરવું તે ન સમજનાર વિચારમાં પડેલો સરસ્વતીચંદ્ર બોલ્યો પણ નહી – ખસ્યો પણ નહી – માત્ર સુરસંગસામો દાંત પીસી ઉભો રહ્યો.

“ચંદરભાઈ, તમને લુંટવા નથી. હું તમને ઓળખું છું. મ્‍હારે તમારું કામ છે – આમની સાથે જાવ – ”

સરસ્વતીચંદ્ર ન જ ખસ્યો. સુરસંગે પાછળથી આવતા ત્રણ સ્વાર દીઠા અને હોંકારો કર્યો. તેની આંખ ફરી ગઈ.

“ જા ! જાય છે કે નહી ? ચંદન, ખેંચી જા આ જુવાનને ! સખત જાપતો રાખજે ! એકદમ ચલાવ હથિયાર, ન માને તો. સાળી બ્રાહ્મણની જાત ! – માર વગર માને જ નહી ને!”

ચંદનદાસ અને તેના માણસોએ હાથ ઉગામ્યા અને સરસ્વતીચંદ્રને ખેંચી ગયા. ખેંચતા હતા તેવામાં પાછળના સ્વારો આવ્યા. તેમને આડીવાટે દોરવા સુરસંગ તેમની સાથે લ્‍હડવા લાગ્યો અને સરસ્વતીચંદ્ર ખેંચતાણ કરતો પાછો ન્‍હાસવા જતો હતો તેને ડાંગવતે ગોધો એવો માર્યો કે તે લોહીવાળો થઈ પડી ગયો. સ્વારોની દૃષ્ટિ તો સરસ્વતીચંદ્ર ભણી જ હતી. તેને ઘવાયલો તથા બેભાન લેઈને દોડનાર મંડળની પાછળ તેઓ પણ દોડ્યા. પગના નળામાં વાગવાથી ચાલવાને અશકત સુરસંગ ગાડામાં બેસી વડતળે આવ્યો તે આપણને ખબર છે.

પણ સરસ્વતીચંદ્રનું શું થયું ? વડતળે ચંદનદાસ આવ્યો ત્યારે તેના સાથમાં એ ન હતો. કુમુદસુંદરિયે મોકલેલા સ્વરો તો ત્રણ હતા પણ તેઓ શૂરવીર અને ઉંચી જાતનાં હથિયારો લેઈ ઘોડે ચ્‍હડેલા હતા અને પૂર વેગમાં બ્હારવટિયાઓની પાછળ દોડતા હતા. ચંદનદાસના