પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૪

ભયંકર કાળું આકાશ. ઝાકળ પણ પડવા માંડતું હતું અને ભયભીત જગતને શરીરે પરસેવાપેઠે એકઠું થઈ સર્વને ઠંડોગાર કરી નાંખી કંપાવતું હતું. ત્રિભેટાની પૂર્વ ભણીથી આ ઘડિયે ભયંકર ભૂતાવળી જેવું ટોળું આવતું હતું અને રાત્રિની ભયંકરતાને વધારતું હતું.

આ ટોળાની આસપાસ કેટલાક જણ વાંસના ભારા બાંધી તેને મસાલે પઠે સળગાવી ચાલતા હતા. એ ઉંચા વાંસની મસાલો વગરતેલે બળતી હતી અને તેના શિખરો ઉપર બળતા રાતા-પીળા ભડકા ઘણેક છેટે સુધી પ્રકાશ નાંખતા હતા, અને ઝાડો અને તાઓની વચ્ચે અંધકારના ઉંચા શિખર-કળસ જેવા લાગતા હતા. કોઇ કોઇ વખત તે વાંસની ગાંઠો બળતાં ફુટતી અને ચારે પાસ તેના તનખા કડાકા કરતા ઉડતા હતા. આ ટોળામાં સર્વેયે માથે શિવના ગણની પેઠે મ્હોટી જટાઓ ઉંચી બાંધી લીધી હતી અને કાળા વાળની ઉભી ગડો અજવાળામાં મ્હોટા સાપની પેઠે ચળકતી હતી અને જટાઓ ઉભા રાફડાઓ જેવી લાગતી હતી, આ ટોળું બાવાઓનું હતું અને તેમના પગનો ઘસારો ઘણે છેટેથી સાંભળીને સાપ સરસ્વતીચંદ્રના શરીરપર પળવાર સ્તબ્ધ ઉભો રહ્યો હતો અને તે ઘસારો તથા પ્રકાશ દૂરથી પાસે આવતો સમજી એકદમ ન્હાસી ગયો હતો.

નાગ ગયો અને થોડીક વાર થઇ હશે એટલામાં તો બાવાઓ સરસ્વતીચંદ્રનું શરીર પડ્યું હતું તે જગા આગળથી દૃષ્ટિગોચર થયું, આશરે ત્રીશ ચાળીશેક બાવાઓનું ઝુંડ હતું અને સઉની વચ્ચે એક રથ હતો તેને બળદ ન જોડતાં બાવાએ જ ખેંચતા હતા. બાકીના બાવાઓમાંથી કેટલાક, હાથમાં કરતાળ, ડફ, કાંશીઓ, વગેરે લેઇ, વગાડતા હતા. કેટલાક પાસે માત્ર મસાલો જ હતી. કેટલાકની પાસે લાંબી ઉધાડી તરવારો હતી અને તરવારવાળાઓ રથની આશપાશ અને ટોળાની આશપાશ ચોગમ આંખો ફેરવતા ફરતા હતા. એક જણની પાસે ભગવા રંગનો ઉંચે ઝુંડો હતો તે રાત્રે પણ ઉન્હાળાના પવનના સપાટાથી ફરફરતો હતો અને મસાલોના વીંઝાતા ભડકાઓની ભભક સામે વીંઝાતો હતો અને લાલ ભગવો રંગ ભડકાઓના રંગથી રંગાઇ ચારપાસના અંધકારમાં સઉથી ઉંચે જાતે એક ભડકો જ હોય તેમ ભભક મારતો હતો, રાખથી ભરેલી જટાઓ, ભરમથી ભરેલાં માળાઓના ભારથી લચી પડતાં અર્ધાં ઉઘાડાં અને અર્ધા ભગવે લુગડે ઢંકાયલાં કાળાં પ્રૌઢ બળવાન શરીર, આકાશ સુધી ગાજી નીકળતી સિંહવાઘને પણ ડરાવતી આખા વનમાં પડધા ભરતી જાડી ફાટી ભજનની નિર્ભય બુમો, અને એકાંત