પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬


બાળકના શરીરની પેઠે પોતાને ખભે નાંખ્યું. આવ્યા હતા તેવા જ સર્વ કીર્તન કરતા ચાલ્યા. આગળ જતાં આખું જંગલ બળતું હતું અને ગાઉના ગાઉ સુધી ભયંકર દવ પ્રકટી રહ્યો હતો. ઠેકાણે ઠેકાણે બળતા વાંસની ગાંઠો છુટતી હતી અને તનખા ઉડતા હતા. ન્હાનાં મ્હોટાં પશુઓ પરસ્પર-વિરોધ ભુલી જીવ સાચવવાની સર્વસામાન્ય ઇચ્છાને વશ થઇ દોડધામ કરી રહ્યાં હતાં. ઉંઘેલાં પક્ષિયો માળાની સાથે બળી જતાં કારમી મરણચીસો નાંખી શાંત ભસ્મ બની જતાં હતાં, દવના પ્રકાશથી અને ધુમાડાથી ઉભરાતા આકાશમાં પણ આગ લાગેલી જણાતી હતી. આ ભયંકર દવથી બળતા જંગલ વચ્ચે માર્ગ શોધી ક્‌હાડી આગમાં પ્રવેશ કરતું હોય, દવ વચ્ચે ચાલતું હોય, અગ્નિલોકમાં જ જીવતું હોય તેમ જોગિયોનું ટોળું પ્રકાશમાં, તાપમાં, ભડકામાં લીન થઇ ગયું, અદ્રશ્ય થઇ ગયું. મોહનપુરીના ખભાઉપર પડેલા સરસ્વતીચંદ્રના ઉત્તમાંગમાં લટકતાં લોચનકમળ, તાપને બળે ઉઘડ્યાં હોય તેમ પળવાર ઉઘડી, આ ચિત્રસ્વપ્નને જોઇ, કંઇ પુછયા વિના, બોલ્યાવિના, વિચાર્યા વિના, પાછાં મીંચાઇ ગયાં, અને એ પણ આરે અદૃશ્ય થઈ ગયાં.



પ્રકરણ ૮.
કુમુદસુંદરી સુવર્ણપુરથી નીકળી.

નવીનચંદ્ર સરસ્વતીચંદ્ર જ છે, ચંદ્રકાંત હવે તેને મુંબઇ લેઇ જશે, તે પાછો મુંબાઇનગરીમાં યશસ્વીપણે વર્તશે ઇત્યાદિ વિચારથી આનંદમાં આવેલી કુમુદસુંદરી પ્રાત:કાળે એ સર્વ આશાનું ઉચ્છેદન કરવા સુવર્ણપુરમાંથી પણ જતો ર્‌હેતો એને જુવે અને પોતાને તે મુગે મ્હોડે જોઈ ર્‍હેવું પડે એના જેવી વેદના બીજી કેઇ ? બુદ્ધિધનના ઘરમાં અત્યંત ઉત્સવને ક્ષણેજ તેને આ ગુપ્ત ઘા પડ્યો અને સર્વના દેખતાં મૂર્છા ખાઇ તે ઢળી પડી હતી તે આપણે જાણિયે છિયે. પિયર જઇને આ વાત માતાપિતાને જણવું અને સરસ્વતીચંદ્રની શોધ ક્‌હાડાવું એવો તેણે નિશ્ચય કર્યો અને એ નિશ્ચય નિષ્ફળ થતો અટકાવવાને જ હરભમ વગેરે સ્વારોને એણે મનોહરપુરી મોકલ્યા હતા, કારણ પોતાને તે દિવસ મુકી બીજે દિવસે નીકળવાનું હતું.

એ જવાની તે વાતથી કૃષ્ણકલિકા અને પ્રમાદધન પણ આનંદમાં