પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૪

લેવા તત્પર હોય છે, આ સઉ માણસનું કામ એક ઉપરી રાજા અથવા પ્રધાન કરી શકતા નથી, અને કામ બગડે છે. આવી રીતે કામ બગડે તેનો દોષ કોઇ નિર્જીવને માથે પડે છે. ઇંગ્રેજી રાજ્ય જેવા અતિ વિસ્તારી રાજ્યમાં સઉ માણસો ઉપર દેખરેખ રાખવી અશક્ય છે અને તેથી માણસોની સ્વતંત્રતા તેમ જોખમ ઓછાં કરી નાંખી “કાયદા”ને માથે કે રાજ્યધોરણને માથે દોષ નંખાય તેનો ઉપાય નથી. પણ ન્હાનાં સરખાં દેશી રાજ્યમાં તો નોકરના ઉપર પુરી જવાબદારી રાખવી, તે જવાબદારી જેટલી પુરી સ્વતંત્રતા આપવી, અને કામ સરે એટલી દેખરેખ રાખવી, એ સર્વ બની શકે એવી વાત છે, અને એ વાત બની શકે તો ઇંગ્રેજી રાજ્ય કરતાં ઉત્તમ રાજ્ય થાય એવો વિદ્યાચતુરનો સિદ્ધાંત હતો. કેટલાક મૂર્ખ રાજાઓ નોકરો ઉપર અતિ વિશ્વાસ રાખે છે તેના કરતાં અર્ધદગ્ધ રાજાઓ અવિશ્વાસ રાખે છે તે અતિભુંડૂ છે એમ વિદ્યાચતુર માનતો હતો, એટલું જ નહી પણ એ ધોરણ રાજાઓને તેમ તેમના પ્રધાનોને પણ લાગુ છે એવું માની તે પ્રમાણે વર્તતો. જુવાન મણિરાજને પ્રફુલ્લ વદનથી હમેશ એમ જ ક્‌હેતો કે “ યશસ્વી મહારાજ ! આપણે એવા શું હઇયે કે વિશ્વસનીય માણસો શોધતાં આપણને ન આવડે ? જે માણસ વિશ્વાસ રાખવા યોગ્ય નથી તે આપની સેવાને યોગ્ય નથી. જો આપના સેવક વિશ્વાસ પાત્ર હોય તો તે આપની સેવા કરવા જેટલી સ્વતંત્રતાને પણ પાત્ર છે. આપણે કામની સાથે કામ છે, કામ કરનાર આપની ઈચ્છા પ્રમાણે જ ઉઠે બેસે ને કામ કરે એવો કંઇ અભિપ્રાય ન હોવા જોઈએ. આપને કિયા માર્ગ અનિષ્ટ છે તે દરેક સેવકે જાણવું જોઈએ; તે અનિષ્ટ માર્ગથી દૂર રહી ઇષ્ટ કામ ગમે તે દ્વારે સાધે એટલી સ્વતંત્રતા અને પ્રવીણતાવાળાં માણસ રાખવાં એ આપનું અને આપના પેટમાં મ્હારું કામ છે. વિશ્વાસ વગરના અને અસ્વતંત્ર સેવકો ઉલ્લાસ વગર કામ કરે છે, ઉલ્લાસ વગર કોઇ સાધના થતી નથી, અને વેઠિયાવાડ થાય છે. માણસને સ્વતંત્રતા મળ્યાથી તેમાં ઉલ્લાસ આવે છે, ઉલ્લાસથી કામ કરવાના માર્ગ શોધવામાં તેની બુદ્ધિ ખીલે છે, અને બુદ્ધિશાળી સેવકો એટલું તો સરત રાખી શકશે કે આટલી વાત ઉપરીને અનિષ્ટ છે. સાધારણ માણસે વ્યાપારમાં રત્ન વગેરે જડ પદાર્થોની પરીક્ષા કરે છે, રાજાઓનું કામ પુરુષરત્નની પરીક્ષા કરવી એ છે, જડ રત્ન રાજાઓના કંઠમાં અને મુકુટમાં ભૂષણરૂપ થાય છે. મહામૂલ્યવાન્