પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧

ચ્‍હડે તે પડે–બીજાને કંઈ પડવાનું હતું? ત્‍હારો આવો શત્રુ શઠરાય તે આજ ત્‍હારી મદદ માગે છે – કંઈ મ્હારી માગે છે? ત્‍હારો બાપ કોણ ? ત્હારી મા કોણ ? ત્‍હારું કુળ કોણ ? તું કોણ ? જા, મ્હારા ભા ! દશને ઠેકાણે પચાશ વર્ષ આવાં થાય ! – જંગલમાં તો ખાવાનું યે મળે છે – પણ કઠણ પ્‍હાડની ખોમાં બે વરસ ભરાઈ ર્‌હેવું પડે ! - તેમાં શું થયું જે ? વાણિયા બ્રાહ્મણને કંઈ એમ થવાનું હતું - રજપુતનું રજપુતપણું તરવાર મારવામાં ને તરવારના ઘા સ્‌હેવામાં જ પૂરું નથી થતું. રજપુત! રજપુત બધી જાતનાં દુ:ખ ખમતો ખમતો હસે છે ને ઈશ્વર ઘા ઉપર ઘા કરે તેમ તેમ રજપુતનું લોહી વધારે વધારે ઉકળે છે – તેનું લોહી વધારે વધારે બળવાળું થાય છે ! રજપુતને તો પોતાની જ ચિંતા હોય છે – પણ રજપુત રાજાને તો પારકી ચિંતા પણ હોય છે. બાપુ, તું જુવે છે કની કે આ વાદળાં આખા વાદળને કાળું બલક કરી મુકે છે અને વરસવાને સાટે ગાજવીજ કરી મુકે છે ત્યારે ઝાડીમાં અંધારી રાતે એકલું ઉભેલું પણ સાવજનું બચ્ચું ખીજી ખીજીને ફાળ ભરે છે ને સામું ગાજે છે ! સુરસંગ ! તું સાવજનું બચ્ચું છે – જ્યાં સુધી આ વાણિયા બ્રાહ્મણનો વેશ છોડી ત્‍હારી જાત ઉપર – ત્‍હારા કુળ ઉપર – નહી આવે ત્યાંસુધી હું કંઈ તેને સમાચાર ક્‌હેવાનો નથી. ત્‍હારું મન આવું થાય ત્યારે તો સુરજ આથમણે ઉગવો જોઈએ – તને રજપુત કોણ ક્‌હે? – ત્‍હારી સાથે બોલું તો હું ભ્રષ્ટ થઉં - ઘરડો પણ રજપુત છું. ત્‍હારા બાપની, અને તું રજપુત હતો. ત્યારે ત્‍હારી, નોકરી કરી છે. ગાજી ઉઠ અને જણાવ કે હજી તું એ નો એ મ્હારો શૂરો સુરસંગ છે. ત્યાંસુધી હું નહી બોલું.”

આટલું બોલી ભીમજી એકદમ સુરસંગ ભણી પુઠ ફેરવી બેઠો.

"ભીમજીભા! ” – સુરસંગ ડોસાને ખભે હાથ મુકી તેને મનાવવા લાગ્યો.

“ભા એ નહી ને બાએ નહી, હું રજપુતનો સગો છું બીજાનો નહી ! બોલ કે સુરસંગ હજી નાહીમ્મત નથી થયો."

સુરસંગ ભીમજીના સામે આવી ઉભો અને તેનો હાથ ઝાલી તેને ઉઠાડી ગાજી ઉઠયો: “ભીમજીભા, ઉઠો, ઉઠો ! વાણિયા સાથે વાણિયાનો વેશ ક્‌હાડ્યો માટે હું વાણિયો થયો ન સમજશો. ચંદનદાસ, ત્‍હારામાં ઉકળતું લોહી ન હોય ત ખોલ ત્‍હારી નસ ને