પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨

મ્હારી નસ ખોલી મ્હારુ લોહી થોડું લે. ખરુ છે કે સેનાધીશે ધૈર્ય ખોયું એટલે સેનાનો નાશ થવાનો જ સેના એ યુદ્ધ કરનાર અંગ છે અને સેનાધીશ એ અંગમાં વસનાર આત્મા છે સેનાધીશનું શૂરત્વ એ અંગને ઉકાળનાર અને કુદાવનાર લોહી છે ! એ લોહી મ્હારામાં છે. ભૂપસિંહના વાયદા હવે હું સાંભળનાર નથી. તેનો કારભારી શઠરાય હો કે બુદ્ધિધન હો – મ્હારે તેની સાથે શો સંબંધ છે? ધીરપુર પાછું મેળવવું એ મ્હારો પુરુષાર્થ છે. આ મ્હારું મંડળ દશ દશ વર્ષ થયાં રખડે છે. તેનો અંત હવે આવશે એવું મ્હારો આત્મા મને કહે છે. કહો, ભીમજીભા ! બીજી વાત પડતી મુકી, હવે શું કરવું અને આપણું બળ ક્યાં અજમાવવું તે બતાવો. જુવાન લોહી લ્‍હડે ખરું પણ માર્ગ ઘડપણ જ બતાવી શકે.”

ભીમજી સુરસંગનો ખભો થાબડતો ઉઠયો અને તેને આનંદથી ભેટી પડ્યો, જુદો પડી આખરે બેાલ્યો. “ શું કરવું ?” એ પ્રશ્નના ઉત્તરના વિચારે અનુભવી રજપુતના લોહીને કંઈક ત્‍હાડું પાડયું.

“ભા, લ્‍હડવું એટલે અમસ્તકાં બળતામાં કુદી જ પડવું એમ નથી. રત્નનગરીથી કેટલાંક માણસ સુવર્ણપુર જતાં હતાં તેને સાંઝે – બરોબર રોળી કોળીને સમે લુટયાં છે. પણ બ્હારવટાનું નસીબ પણ બ્‍હારવટે જ હોય. આ પેટિયો શિવાય તે માણસે પાસે કાંઈ ન હતું એ એ પેટિયોમાં તો આ સાહેબલોકશાહી લુગડાંના ચીથરાં અને આ કાગળિયાં છે. લુંટેલાં માણસ સામન નાંખી દેઈ પાછાં ગયાં અને સામનમાંથી આ નીકળ્યું ! જાણ્યું તું કે પંદર દિવસનું ભાથું મળશે – પણ કાગળ ને કપડાં તે પણ એવાં કે વાણિયો વેચાતાં, પણ ન લે ! મ્હારી નજરમાં તો હવે એમ આવે છે કે આ હવાતિયાં મારવાનું આપણે છોડી દેવું. આપણું બળ એવું નથી કે દેશ લુંટીને રાજાને કાયર કરિયે, માણસો છે પણ પઈસા વગર પગમાં જોર ન હોય અને હથિયારવગર હાથમાં જોર ન હોય. હવે આપણે જુદા રસ્તા પકડવા.”

“હવે તો શઠરાયની મદદ મળે તે લેવી પણ એના પઈસા લુટ કરીને લેતા હતા તેને સાટે એની ગરજે આપ્પા લેવા અને ખબર આપે તે સંભાળીને લઈ લેવી. ભૂપસિંહ ગમે તેટલા કોલ આપે પણ એ ગાદીપર બેઠો એટલે આપણાં ને એનાં પેટ જુદાં થયાં. હવે તો ગમે તો એકાદ રાત્રે શઠરાયની મદદથી રાણાના મ્‍હેલમાં જઇ