પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૦
“ સરિત ! સ્નેહીનો સ્નેહ ભુલાવજે ! !
“ એને જીવતો ગમે તે કરી રાખજે.
“ ત્હારે તીરે આવીને કદી એ રુવે,
“ એનાં ઉન્હાં આંસુ, ઓ નદી, તું લ્હુવે.
“ ત્હારી રેતીમાં આવી એ ઉભા રહે,
“ મ્હારું નામ જપે ને આંસુડાં વહે;
“ પડ્યો એકલો વિચાર મહારા એ કરે,
“ રોતો રોતો રેતીમાં પડીને સુવે;
“ ત્હારા પાણીમાં પેંસી ન્હાશે એ કદી,
“ પડ્યો વિચારે ઘસડાશે ત્હારા વેગથી;
“ નદી ! દયા એવે તે સમે લાવજે,
“ હૈયાસુના સ્નેહીને ઉગારજે.
“ ઉભો ઉભો, નદી, એ ત્હારા નીરમાં,
“ સારી આંસુ ભેળવશે ઘડીકમાં;
“ લખશે આંગળિયે નીરના પ્રવાહમાં
“ મ્હારા નામના અક્ષરને વિચારમાં.
“ મ્હારા ઉપર એવું તે એનું વ્હાલ છે,
“ મ્હારે માટે એવા તે એના હાલ છે.
“ પુરો શ્રીમાન ને વિદ્વાન એ,
“ મ્હારી પ્રીતમાં ખુવે છે વાન સાનને.
“ શાણો મ્હારે સારુ એ ગાંડો થયો,
“ કવિતા મ્હારી કરવાને વનમાં ગયો.
“ નથી સાંભળી શકતી હું એની વાતને,
“ માટે અથડાવે રત્ન જેવી જાતને.
“ ઉભરા ક્‌હાડે વનેચરના કાનમાં,
“ લખે પ્રેમની કવિતા ઝાડપાનમાં.
“ નદી, એવું એવું હું, જાણી, જોઇ રહું,
“ એનાં આંસુ વહે તે વ્હેવા દઉં,
“ વ્હાલ કરું કૃતઘ્ન મ્હારા જીવને,
“ લ્હાય લાગતી નથી આ શરીરને;