પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫


નહી જવાય – નીકર હું સંભાળી લેત. હશે. પણ હવે તો સોંપ્યું કામ કરવું, તું જા, હું બાપાને મળું છું.” વાઘજી ગયો,

“બુદ્ધિધનભાઈ, આ લોક હજી તમને ઓળખતા નથી. પણ હું અત્યારે જઈ કુમુદસુંદરીના સાથને મળું છું. આ લોક ઉદારતા નહી ચાખે – શિક્ષા ચાખશે – ઠીક, એ તો ઉપાય સુઝ્યો જ !” અંધકારમાં હરણની પઠે ફલંગે ભરતો રસ્તાનો ભોમિયો શૂર બ્રાહ્મણ ચાલ્યો.

ઝાડ ઉપરથી કોઈક હળવે રહીને ઉતર્યું.



પ્રકરણ ૩.
ઘાસના બીડમાં પડેલો.
“વિયોગીને યોગી કરવાનો છે આ પ્રયત્ન માંડ્યો;
“જુવે તું તે સઉ, ત્‍હોય મૂર્ખ બની આમ રુવે છે પાછો !
“માયાગ્રહથી મુકાવો વિભુશું મેળવવા કર સ્‍હાયો;
“જુવે તું તે સઉ, ત્‍હોય મૂર્ખ બની આમ રુવે છે પાછો !”
–ચિતા,

ચન્દનદાસનાં માણસ સરસ્વતીચંદ્ર અને વાણિયાને ઘાસમાં પડતા નાંખી ચાલ્યાં ગયાં હતાં. તે સમયે સરસ્વતીચંદ્રના હાથમાંથી લોહી વહેતું હતું અને એ મૂર્છાવશ હતો. પણ પક્કા વાણિયાનો વાળ વાંકો થવા પામ્યો ન હતો.

એ વાણિયો રત્નનગરીનો રહેવાસી હતો. મૂળ તેને ઘેર ગાંધીનું હાટ હતું, પણ સટ્ટો કરવામાં પ્રથમ લાભ મળ્યાથી તે જ બાબતનો ચડસ પડ્યો હતો અને તેમાંથી ચાળીસ પચાસ હજારનો જીવ થયો હતો. દિવસ ફર્યો એટલે મેળવેલું ગયું અને કરજ થયું. મુંબાઈમાં નસીબ અજમાવ્યું પણ ફાવ્યું નહી. બીજે ઘણે ઠેકાણે ઘણી ઘણી જાતના પ્રયત્ન કર્યા તે વ્યર્થ ગયા. એનું નામ અર્થદાસ હતું અને શ્રીમંતાઈ બે દિવસ આવી એટલે ધનકોર નામની કાળી કન્યા સાથે લગ્ન થયું. પોતાનું કુળ ઉંચું નહી એટલે આઠેક હજાર ધનકોરના બાપને આપવા પડ્યા; અને ધણીને ફોલી ફોસલાવી, છેતરી, માગી, ચોરી તથા હજાર યુક્તિઓ વડે ધનકોરે આઠેક હજારનો માલ એકઠો કર્યો હતો તેમાં અર્થદાસની આંગળી સરખી પેસવા પા-