પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪

કારણ એનું કોઈ નથી. મ્હારું ઘરેણું એને આપી દેજો એટલે મ્હારો જીવ ગતે જશે, ને મ્હારી નામ નીશાની – જો બાળક જીવે તો – સુન્દરનેજ ઉછેરવા સોંપજો – વ્હાલા ! એટલું મ્હારું કહ્યું કરજો.”

“ઓ મ્હારા વ્હાલા ! તમારી શી વ્હલે થશે ? તમે મ્હારાપર આટલો વ્હાલ શું કરવા રાખ્યો કે તમને આટલું દુ:ખ થવા વારો આવ્યો? શું કરિયે કે એ દુઃખ તમને ન થાય ? મ્હારું એક કહ્યું નહી કરો ? મ્હેં મ્હારી યશોદાને કહી મુકયું છે ને એની કન્યા દશ વર્ષની છે – મ્હારા કરતાં સારી નીવડશે – એનો સ્વીકાર મ્હારા પછી નહી કરો ? એ મને તમારા મનમાંથી ખસેડશે ને સઉની સંભાળ રાખશે. ઓ મ્હારા વહાલા! મને તમારી બહુ ચિન્તા ર્‌હે છે - તમે એટલું કરજો. જન્મથી કુમારા હોય તેની ચિંતા નહી, પણ સ્નેહમાં રહેલું માછલું બીજે ઠેકાણે ન જીવે ! – ને વ્હાલા મને ભુલી જજો ! આપણે જે જે આનન્દ ભોગવ્યા છે તે સઉ અત્યારે મ્હારી આંખ આગળ તરી આવે છે – તમને પરણી મ્હારો જન્મારો સફળ થયો – ઓ ઈશ્વર, આવતે અવતારે પણ મને પાછા મ્હારા વ્હાલા ચતુર જ આપજે – પણ એ વ્હાલા ! તમે એ સઉ ભુલી જજો ! – જાણે કાંઈ થયુંજ નથી એમ ! હો ! – અરેરે ! પણ વ્હાલા ! શું આપણે છુટાં પડીશું ! જેમ ઈશ્વરની ઈચ્છા.

“મ્હારા વહાલા ! વ્હાલ વિસરજો રે ! દુખ સઉ ડુબવજો !
“માયાની ભુલામણી રે એમાં ભમ્યું ભુલવજો !”
“લી. તમારી ગુણહીન ગુણિયલ.”

કપાળે હાથ ફેરવી વિદ્યાચતુરે ઉંચું જોયું. મરણ પાસે જોનારી પ્રિય સ્ત્રીના પત્રથી તેના હૃદયપર બહુ અસર થઈ અને અશ્રુપાત પણ થઈ જાત. પરંતુ પત્રમાં લખેલી વીગત ઉપરથી અને તેમાં સ્ફુરી આવતી નિર્બળતા ઉપરથી ભૂત વર્તમાન અને ભવિષ્યના વિચારમાં મન પડી ગયું અને હૃદયે ધૈર્ય ધર્યું.

“મ્હારા જેવો કઠણ પુરુષ નહી હોય. બબ્બે માસ થયાં ઘરમાં ને ઘરમાં છતાં એની સાથે મને બોલવા વારો આવ્યો નથી એ એને લાગે ખરું. હું આ મ્હારી જંજાળમાં લપટાયો અને એ એની જંજાળમાં લપટાઈ, મને પણ અવકાશ નહી અને એને પણ અવકાશ નહી. એને કામમાં ને ચિંતામાં પલોટવી એ હેતુથી આ સઉ થવા દીધું – પણ હું જરાક હદ કરતાં વધારે ગયો ખરો. છેક આટલે