પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭

તે ક્ષત્રિય અને બ્રાહ્મણ તે બ્રાહ્મણ ! પણ વ્યવહારનો કાર્યભાર અને સ્નેહની દીનતા એકઠાં શોભતાં નથી એવું જરાશંકર મામા પણ ક્‌હે છે તે પુરુષાર્થનું કાર્યગ્રાહી વચન છે. કર્તવ્ય કર્મમાં ધપવા શોક ત્યજવો એ એક પુરુષાર્થનો ધર્મ, ગુણિયલ ! એમાં પણ તું મ્હારાથી ચ્હડી ! અરેરે, ત્હેં પણ એક કષ્ટતપ જ તપ્યું. કેવું એનું કર્તવ્યભાન[૧] ! આટલું આટલું કામ કરવા છેલા કાળસુધી દૃઢ વ્યવસાય, ને શોક ન થવા દેવા તે સઉ મ્હારાથી છાનું રાખવું, આટલો ઉદ્યોગ, અને આટલો સ્નેહ ! શું કઠણ થવું અને વ્યવહારને મ્હોટો ગણી આ સમયે ખિન્ન ન થવું - એ શું આટલા સ્નેહનો યોગ્ય બદલો ગણાય ? ક્ષત્રિયો ગમે તે કરે, પુરુષાર્થ ગમે તે હો, ધર્મ ગમે તે ક્‌હે – પણ, ઓ મ્હારી ગુણિયલ, ત્હારે સારુ ઘડીવાર હું બાયલો બની અશ્રુપાત કરીશ ! – મરતાં મરતાં પણ ત્હારે ત્હારો ચતુર ! – “પામીશ મ્હારો ચતુર અવર અવતારમાં રે !”– “દયાહરિ – આંખમાં રે !” “ હરિની આંખમાં દયા છે જ ! – ગુણિયલ, તું જીવવાની છે. હરિ ! ત્હારા ઉપર ને ત્હારા ચતુર ઉપર – બે ઉપર દયાળુ છે !” જે ધૈર્ય પુરુષાર્થના વિચારથી ન આવ્યું તે “હરિ દયાળુ” ના વિચારથી આવ્યું. તે ઉઠ્યો, આશા અને ઉત્સાહથી તેની આંખો ચળકવા લાગી, “ પુરુષ થઈને રોવું શું ?” એ બુદ્ધિ સતેજ થઈ તેના હૃદયમાં ઉત્કટ બળ મુકવા લાગી, અંતે એ હસ્યો, અને દાદર ઉપર ઉતરતાં ઉતરતાં આનંદગર્વથી મનમાં બોલ્યોઃ “મ્હારી ગુણિયલ, હરિની દયાનું મને ભાન કરાવનારી પણ તું જ ! ત્હારી પ્રીતિને કોરે મુકિયે તોપણ ત્હારા ગુણકર્મની મનમાં આવૃત્તિ કરવાથી જ આમ આ અને આવતા સંસારને તરાવે – કારભાર કરતાં શીખવે અને ઈશ્વરનો માર્ગ બતાવે એવી તું છે. મહારાજે મંગળાચરણમાં ઉપદેશ એ કર્યો કે કારભાર કરવો હોય તેનામાં સ્ત્રીના પણ ગુણ હોવા જેઈએ. જો એ મર્મવચન ખરું હોય તો મ્હારે તો નક્કી કારભારે ચ્હડવું જોઇએ - ગુણિયલ ” પક્ષપાત વિના પ્રીતિ નથી. ગાઢ પ્રીતિનો પ્રેર્યો ધૈર્યવાન પતિ પત્નીના ગુણ જપતો જપતો નીચે આવ્યો તો ડાક્‌તર ખડકીમાં બેઠેલા.

કેટલાક લોક વૈદ્ય હકીમનો આદર કરી ડાક્‌તરનો તિરસ્કાર કરે છે અને કેટલાક એથી ઉલટું કરે છે અને ડાક્‌તરનો આદર કરે છે. જરાશંકરને મલ્લરાજ સરખા વયના હતા અને રાજા પાસે નર્મવચન


  1. 1. Sense of duty.