પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨

हेयोपादेयद्वैतं चाङ्गीकुर्वन्तीत्यद्वैतसिद्धिस्तु लक्ष्यालक्ष्यसिध्धा- न्तेष्वेव परमार्थतः सिध्यति नान्यत्र मते ॥ अलक्ष्यं लक्ष्यस्य साक्षिभूतमिति तत्र स्वस्यैव साक्षित्वं ग्राह्यम् ॥ द्रव्यगुणादयो नैयायिकै: साधिता:पदार्था अन्यमतेषु वाऽन्यैर्नामभि: साधिताः पदार्थास्ते सर्व एव लक्ष्यविह्रतमिति भन्तव्यम् ॥ ननु स्त्रीपुरुषा- दीनां परस्परविहारा इव द्वैतादिं विना न विहार: संभवतीति चेन्न ॥ येन यद्वदेव स्वस्य साक्षित्वं तथैवं स्वेन विहारवत्त्वमपि तत्र तेनैव च स्वयमानन्दरुपोऽयमलक्ष्योऽनुभूयते ॥ परेषां सुखे- भ्यो यन्महात्मानः स्वयमेव सुखीभवन्तीत्यत्र द्रष्टांत: स्फुट एव साधयति च स लक्ष्यानां व्यष्ट्याभासानामलक्ष्यमपि परीक्षासं- वेद्यं सर्वत्रस्थसाक्षित्वमात्रजन्यमानन्दरुपमद्वैतं स्वपरस्थम् ॥ अत एव युक्तं यत्र यत्र मनो याति तत्र तत्र समाधय इति ॥ इयं मनोयात्रैव माया सा विजृम्भितेव लक्ष्यते ॥ न मायाया मा-

[૧]


  1. શ્લોક ૨-૩, હવે સિદ્ધાંતકાર લક્ષ્ય અને અલક્ષ્યનું અદ્વૈત સાધે છે; 'एकोहम्' “હું એક છું” – વગેરે શબ્દોથી. અલક્ષ્ય આ આત્મા છે ને સાક્ષીપણે રહેલો છે. કેાનો સાક્ષી ? અલક્ષ્યરૂપ આત્માનો જ પોતાનો જ આ અલક્ષ્ય સાક્ષી છે, આમ તેનું चित्त સ્વરૂપ સધાયું. માયારૂપ વિહાર શમે છે ત્યારે શાંતિરૂપ થાય છે તે બે રૂપથી લક્ષ્યપણું એક જ છે અને તેમાંના એક ઉપર રાગ અને બીજા ઉપર દ્વેષ ધરનાર માણસ એ રાગદ્વેષ વડે ત્રૈગુણ્યનો અંગીકાર કરે છે અને ક્રિયાવાન થાય છે જ. વિરક્ત મનવાળા “ભિક્ષુ” નામ ધરનારા પુરુષો વિદ્વાનો હેાય છે તેમ મહાત્માઓ હોય છે છતાં તેઓ માયાનો દ્વેષ કરનારા અને શાંતિમાં રાગ રાખનારા હેાવાથી દ્વેષ સ્વીકારે છે અને તેથી તેવો અદ્વૈતસિદ્ધિ પામતા નથી. અદ્વૈતભાસથી છેતરાઇને જ પરિવ્રજે છે, અને આ ત્યાજ્ય અને આ ઉપાદેય એના દ્વૈતનો અંગીકાર કરે છે, એટલે અદ્વૈતની સિદ્ધિ તો પરમાર્થતઃ લક્ષ્યાલક્ષ્ય સિદ્ધાંતમાં જ સઘાય છે ને બીજા મતેામાં સધાતી નથી. અલક્ષ્ય લક્ષ્યનું સાક્ષિ એટલે પોતાનું જ સાક્ષિ એમ લેવું. નૈયાયિકો દ્રવ્યગુણાદિ પદાર્થો સાધે છે, અને અન્ય મતોમાં અન્ય નામોથી પદાર્થો સધાય છે; આ સર્વ પદાર્થો લક્ષ્યના વિહત-ક્રીડિત-માં આવી ગયા એમ માનવું કોઈ કહે કે સ્ત્રીપુરુષાદિના વિહાર પેઠે લક્ષ્યનો વિહાર પણ દ્વૈતાદિ વિના ન સંભવે તો, તે ખોટું છે, કારણ જેવી રીતે પોતે પોતાનો સાક્ષી ર્‌હે છે તે જ રીતે પોતાની સાથે પોતાનું વિહારીપણું પણ છે; ત્યાં તે કારણથી આનન્દરૂપ એવો આ અલક્ષ્ય પોતે અનુભવાય છે, મહાત્માઓ પારકે સુખે જાતે સુખી થાય છે એ આનું દૃષ્ટાંત સ્ફુટ જ છે; અને તે એવું સિદ્ધ કરે છે કે લક્ષ્ય એવા