પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૩

याविनो भेद: समवायात् ॥ अलक्ष्योऽसौ मायावी लक्ष्यां माया- मात्मवस्तुत आत्मना आत्मन्येव तनोति संहरति च ॥ विहारेष्व- लक्ष्यं मोदते ॥ स मूदोऽपि विहार इति चेन्नैवम् ॥ येन सञ्चि- द्वत्प्रमोदोऽपि नित्यामेकतां च भजते नैवं क्रियारुपा अनेके विहारा: ॥

एवं लक्ष्यालक्ष्ययोरद्वैतं साधयतो योगिनो गुणकर्माणि गुणकर्माभासत्वेन स्वप्न इव विलसन्ति ॥ स साधयिता तु तैर्गुण- कर्मभिरनवच्छिन्नोऽसंस्पृष्ट: निर्गुणो निष्कर्मा च ॥ जीवनामा लक्ष्यस्फुलिङ्गोऽयं प्रकृत्या जदसधर्मेव विजृम्भते लक्ष्यधर्मांश्चा- नुवर्तते ॥ दारुषु गूढोऽग्निरिव स्वरुपेण न लक्ष्यते केवलं जडरुप- तया लक्ष्यते ॥ यदि संधट्टनादिभी: प्रज्वलितः! प्रबुध्धो भवति तर्ह्यपि द्दक्त्वगादिसंवेद्यान् जडधर्मान् भजमान एव प्रकाशनदहनमयीं त्रिलोकस्थजातवेदःशक्तिमाविष्करोति स्वस्मिंस्तद्वदेव प्रबुद्धोऽयं


જે વ્યષ્ટ્યાભાસો છે તે સર્વમાં પેાતામાં તેમ પારકામાં રહેલું – એક આનન્દ રૂપ અદ્વૈત છે, અને તે પરિક્ષાસંવેદ્ય છે, સર્વત્ર ર્‌હેવાવાળું છે, અને જયાં જયાં સાક્ષિત્વ છે ત્યાં ત્યાં એ જન્ય છે. આથી જ કહેલું છે કે જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં સમાધિઓ થાય છે. આ મનોયાત્રા (મનનું જવું તે મનની યાત્રા) એ જ માયા છે અને તેનું વિજૃમ્ભણ લખ થાય છે. માયા અને માયાવીનો ભેદ નથી, કારણ તેમનો સમવાય છે. અલક્ષ્ય–અલખ-એવો જે માયાવી તે લક્ષ્ય–લખ–માયાને આત્મવસ્તુમાંથી આત્મવડે વિસ્તારે છે અને આત્મમાં જ સંહરે છે. આ વિહારોમાં અલક્ષ્ય મેાદ પામે છે. કોઈ ક્‌હે કે એ મોદ પણ વિહાર છે તો તે ખોટું છે. કારણ જયારે સત્ અને ચિત્ ની પેઠે મોદ પણ નિત્ય અને એક છે ત્યારે ક્રિયારૂપ વિહારો તો અનેક અને અનિત્ય છે ને તેમાં એકપણું છે જ નહીં.

શ્લોક ૪-૫. આવી રીતે લક્ષ્યાલક્ષ્યનું અદ્વૈત સાધનાર યોગી ગુણો અને કર્મોનું અધિષ્ઠાન હેાય છે કે નહી એ પ્રશ્નના ઉત્તરમાં ક્‌હેવાનું કે એ યેાગીનાં ગુણકર્મો ગુણકર્મોના આભાસપણે વિલાસ કરે છે - સ્વપ્નમાં વિલાસ કરતાં હોય તેમ; પણ એ અદ્વૈત સાધનાર તો તે ગુણકર્મોથી અનવચ્છિન્ન અને અસંસ્પૃષ્ટ ર્‌હે છે - તે નિર્ગુણ અને નિષ્કર્મ છે “જીવ” નામધારી આ લક્ષ્યસ્ફુલિંગ ( સ્ફુલિંગ=અગ્નિનો તનખો ) પ્રકૃતિથી જડસમાન ધર્મનો ધરનાર હોય તેમ વિજૃમ્ભણ પામે છે - વધે છે - અને લક્ષ્યધર્મોનું અનુવર્તન કરે છે. કાષ્ટમાં ગૂઢ રહેલા અગ્નિ પેઠે તે સ્વરૂપ વડે લખ થતો નથી – દેખાતો નથી, જયારે સંઘટ્ટનાદિથી પ્રજ્વલિત થઈ એ ગૂઢ અગ્નિ, પ્રબુધ્ધ થાય છે, ત્યારે પણ નેત્રત્વચા આદિને , જણાઈ આવતા