પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫

योगिन एव साधयन्ति ॥ अतस्त्रयाणामिति जीवेश्वरब्रह्मणाम- द्वैतमित्थं योगद्वयेन तै साध्यते ॥ अन्यैस्तु केवलमेकेन योगेन द्वयोर्जीवेश्वरयोर्जीवब्रह्मणोर्वा न तु त्रयाणामद्वैतं युज्यते ॥ अत एव परमोऽयमस्माकं त्रियोगो योग: ॥ अद्वैतं द्वयोर्न त्रयाणामिति चेन्न अद्वैतशब्दस्त्वैक्यवाचकः ॥ न तु केवलद्वैतव्यतिरिक्त- त्रैतादिवाचकः ॥

अथ श्रुत्यादिप्रमाणान्याह ॥ गीतायामिदमेवाहेत्यादिभिः ॥ कर्मशब्दस्य शास्त्रेषु श्रुतिषु च विविद्यो व्यवहार: ॥ प्रारब्धादि- विशिष्टेन कर्मणा तु योऽयं कर्मवृक्षो नाम प्राणिनां भाग्यानि रचयति स उच्यते ॥ भाग्यवाचकत्वेनाप्ययं शब्दो व्यवह्रियते ॥ अन्यै तु भाग्यव्यावृत्तमुद्यमं पुरुषयत्नं वा कर्मशब्देन लक्षन्ते ॥ यज्ञादयो नित्यनैमित्तिका विधय एव कर्माणीति शास्त्रा- दिषु प्रायेण व्यवहार: ॥ ज्ञानध्यानवैराग्यादय: क्रिया एव श्रुत्यु- पदिष्टा: क्रिया इति मुण्डकभाष्ये शंकर: ॥ रहस्यमते तूक्तलक्षणः कर्मयोग एव प्रशस्यते फलत्यागस्यैव योगान्न कर्मत्यागस्य ॥ [૧]


  1. કેટલાક તો કેવલ કર્મયોગ જ સાધે છે. રાત્રિ અને દિન ઉભયરૂપ મળી કાલ થાય તેમ, કર્મ અને જ્ઞાન ઉભયરૂપ યોગ થાય, તેને તો લક્ષ્યાલક્ષ્ય- યોગીઓ જ સાધે છે, આથી ત્રણનું એટલે જીવ, ઈશ્વર, અને બ્રહ્મ એ ત્રણનું અદ્વૈત આવી રીતે બે યોગથી આ યોગીઓ સાધે છે, અન્ય જનો તો, ગમે તો જીવ-ઈશ્વરનું, અથવા તો જીવ-બ્રહ્મનું,– એમ બેનું અદ્વૈત સાધે છે અને તે માત્ર એક યોગવડે સાધે છે; પણ તે કેાઈ ત્રણનું અદ્વૈત નથી સાધતા માટે જ પરમ – શ્રેષ્ઠ - આ અમારો ત્રિયોગ નામનો યોગ છે. કોઈ ક્‌હે કે દ્વિ એટલે બે - તે બેનું અદ્વૈત થાય; પણ ત્રણનું અદ્વૈત ન થાય તો તે ક્‌હેવું અયથાર્થ છે. કારણ “અદ્વૈત ” એ શબ્દ માત્ર ઐક્ય - વાચક છે; માત્ર દ્વૈતનો વ્યતિરેક કરી ત્રેતાદિકનો વાચક એ શબ્દ નથી.
    શ્લોક ૬-૧૪. હવે આ વિષયમાં શ્રુતિઆદિનાં પ્રમાણો છે તે સિદ્ધાંતકાર, “ગીતામાં શ્રીભગવાને કહેલું છે” વગેરે વાકયે વડે, ક્‌હે છે. એ સબંધે કહેવાનું કે કર્મશબ્દનો વ્યવહાર શાસ્ત્રોમાં અને શ્રુતિયોમાં વિવિધ છે. જ્યારે પ્રારબ્ધાદિ વિશેષણો સાથે કર્મશબ્દનો વ્યવહાર થાય છે ત્યારે, જે આ કર્મવૃક્ષ પ્રાણીઓનાં ચિત્ર ભાગ્ય રચે છે તે વૃક્ષમાંનાં 'કર્મ' આ શબ્દથી વાચ્ય થાય છે “ભાગ્ય”એ પણ આ શબ્દનું વાચ્ય વ્યવહારમાં થાય છે, બીજાઓ તો ભાગ્યથી વ્યાવૃત્ત એટલે ભિન્ન એવા જે ઉદ્યમ અથવા પુરુષયાન તેને કર્મશબ્દથી લક્ષે છે. યજ્ઞાદિ નિત્ય અને નૈમિત્તિક વિધિયો