પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૮

विद्येऽसंभूतिसंभूतीत्यनयोरेकतरे रागद्वेषौ द्वैतस्वरूपमेव तन्न रहस्यसिद्धान्तिभिरिप्यते ǁ श्रुतिप्वप्येवमेव विहितम् ǁ असंभूत्युपासकाः संभूत्युपासका विद्योपासका अविद्योपासकाश्च सर्व एवैकमार्गपक्षपातिन इतरमार्गद्वेषिणोऽन्धं प्रविशन्तीतीशावास्ये स्फुटमेव ǁ तर्हि को नाम शुद्धो धर्म इति चेत्तत्रैवोक्तम् ǁ विद्यां चाविद्यां च यस्तद्वेदोभयं सह ॥ अविद्यया मृत्युं तीर्त्वा विद्ययाऽमृतमश्रुते ǁ तथा च ǁ संभूति च विनाशं च यस्तद्वेदोभयं सह | विनाशेन मृत्युं तीर्वा संभूत्याऽमृतमश्रुते इति इत्थमविद्यामङ्गीनीकृत्यैव विद्याग्रहणेन तथैव संभूत्यसंभूतिग्रहणेन ǁ चानात्मात्मविद्ययोरपरस्परत्यागेनैव ग्रहणमुक्तम् | तत्त्वकर्मत्यागे सति फलत्यागिन्यामात्मात्मविद्यायामेव संभवति ǁ लक्ष्यधर्मेप्वादरं कृत्वैवालक्ष्यमवगाहेतेत्यत्र स्पष्टमेव सिध्यति ǁ तत्रैवोक्तं स्वयंभूर्याथातथ्यतोऽर्थान् व्यदधाच्छाश्वतीभ्य: समाभ्य इति ǁ अत्रोक्तं स्वयंभूत्वं संभूतित्वं चैकमेव ǁ अर्थान् व्यदधा-


નારી છે તે છે. તેનું અસંભૂતિપણું તો એટલા માટે કે તે નશ્વર છે. અને તેમાં માત્ર સદ્ધસ્તુનો આભાસ જ છે. અવિદ્યા અને વિદ્યા, અસંભૂતિ અને સંભૂતિ, એ બબેમાંથી કેાઈ એક ઉપર રાગ અને બીજા ઉપર દ્વેષ તે દ્વૈતસ્વરૂપ જ છે અને તે રહસ્યસિદ્ધાંતિએાને ઇષ્ટ નથી. શ્રુતિએામાં પણ એમ જ કહેલું છે. સંભૂતિના ઉપાસક, અસંભૂતિના ઉપાસક, વિદ્યાના ઉપાસક, અને અવિદ્યાના ઉપાસક: એ સર્વ પણ એક માર્ગ ઉપર પક્ષપાત કરે છે અને બીજા માર્ગ ઉપર દ્વેષ કરે છે માટે તે સર્વ અન્ધ તિમિરમાં પ્રવેશ કરે છે એવું ઈશાવાસ્યમાં સ્ફુટ છે જ. ત્યારે શુદ્ધ ધર્મ કોને ક્‌હેવો એવું પુછે તો એ પણ એ જ ઉપનિષદમાં કહેલું છે કે - “વિદ્યા અને અવિદ્યા એ બેને જે સાથે લાગી જાણી લે છે તે અવિદ્યાવડે મૃત્યુને તરે છે અને વિદ્યાથી અમૃતનો ભેાગ કરે છે.” તેમ જ વળી તેમાં કહેલું છે કે “સંભૂતિ અને વિનાશ એ બેને જે સાથે લાગાં જાણી લે છે તે વિનાશવડે મૃત્યુને તરે છે અને સંભૂતિથી અમૃતનો ભેાગ કરે છે.” આવી રીતે પરવિદ્યાનું ગ્રહણ કરીને જ વિદ્યાનું ગ્રહણ કરેલું છે, અને તેમ જ સંભૂતિ અને અસંભૂતિનું ગ્રહણ કરેલું છે; માટે તે ઉપરથી સિદ્ધ થાય છે કે આત્મવિદ્યા અને અનાત્મવિદ્યાનો પરસ્પર ત્યાગ કર્યા વિના જ તેમનું ગ્રહણ કરવાનું આ શ્રુતિવાક્યોમાં કહેલું છે. અને તેમ બનવું તે તો કર્મત્યાગ કર્યા વિના ફલત્યાગિની આત્મવિદ્યામાં જ સંભવે છે. લક્ષ્યધર્મોમાં આદર કરીને જ અલક્ષ્યમાં પ્રવેશ કરવાનું રહસ્યમંત્રમાં કહેલું છે તે આ સ્થળે રપષ્ટ સિદ્ધ થાય છે. વળી એ જ શ્રુતિદેશે કહેલું છે કે “સ્વયંભૂ યાથાત-