પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૯

दिति कर्मधर्म: प्रतिपादितःǁ कुर्वन्नेवेह कर्माणि जिजीवेषेच्छतं समा इति श्रुतिरपीदमेव लक्षते ǁ अत्र विद्येति देवताविद्या नात्मविद्येति केचित् ǁ नेदं युक्तं येन ब्रह्मविद्या सर्वविद्याप्रतिष्ठेति परा विद्यापि सेत्यादयः श्रुत्यो मुण्डकादिषु विद्यन्ते ǁ कर्मणो ब्रह्मविद्याविरोधित्वान्नासौ विद्या ब्रह्मविद्या किंतु भागत्यागेन देवताविद्यैवेति चेन्न ǁ येन ब्रह्मविद्यायाः फलैषणया वितोधो न कर्मणा ǁ कर्मत्यागस्तु नात्र संभवति येन न च कश्चित्क्षणामपि जातु तिष्ठत्यकर्मकृदिति गीतोक्तत्वात् ǁ ननु कर्मजाड्याल्लोकः कर्मवाञ्जडो भवतीति चेन्नैवमेतद्येन कर्मणामीश्वरसमर्पणात्कर्माणि स्वयोनिमासाद्य तद्रूपाणि भवन्ति ǁ कर्म ब्रह्मोद्भवं लक्ष्यं ब्रह्म कर्मयोनिरुक्तम् ǁ एतद्विधानि कर्माणि तस्मिन द्दष्टे परावर इति तस्यैव कर्मणां स्वयोन्यासादकत्वहेतुना क्षययोगावात् ǁ इत्थंभूतं द्विविधं लक्ष्यालक्ष्यधर्ममेव प्रतिपादयन्ती भवति श्रुतिप्रवृति: ǁ तद्यथा ǁ


થ્યથી શાશ્વત વર્ષો સારુ અર્થોને કરે ”તેમાં કહેલું સ્વયંભૂપણું અને સંભૂતિપણું તે એક જ છે. અર્થોને કરે એ વાक्યથી કર્મધર્મનું પ્રતિપાદન કર્યું. "કર્મો કરતાં કરતાં જ સો વર્ષ જીવવાની ઈચ્છા કરવી” એ શ્રુતિ પણ આજ લક્ષે છે. કેટલાકોનું કહેવું એમ છે કે આમાં “વિદ્યા” નો “અર્થ આત્મવિદ્યા ” નથી પણ “દેવતાવિદ્યા” છે, એ બરાબર નથી; કારણ કે “બ્રહ્મવિદ્યામાં સર્વ વિદ્યાઓની પ્રતિષ્ઠા છે,” “પરા વિદ્યા તે બ્રહ્મવિદ્યા” ઇત્યાદિ શ્રુતિઓ મુણ્ડકાદિ ઉપનિષદોમાં પ્રસિદ્ધ છે, “બ્રહ્મવિદ્યાથી કર્મનું વિરોધીપણું છે માટે આ વિદ્યા તે બ્રહ્મવિદ્યા નહી પણ ભાગત્યાગ કરીને આ વિદ્યા તે દેવતાવિદ્યા જ લેવી” એમ કોઈ ક્‌હે તો બરોબર નથી; કારણ બ્રહ્મવિદ્યાનો ફ્લૈષણા સાથે વિરોધ છે, કર્મ સાથે વિરોધ નથી. કર્મત્યાગ તો અહીં સંભવતો નથી, કારણ “કર્મ કર્યા વગર કોઈ અહીં ક્ષણવાર પણ કદી ટકતો નથી,” એવું ગીતાનું વચન છે. “પણ કર્મ જડ છે માટે કર્મવાન લોક જડ થાય છે” એમ કોઈ ક્‌હે તો તે ખોટું છે, કારણ કર્મોનું ઇશ્વરસમર્પણ થવાથી કર્મો સ્વયોનિને પ્રાપ્ત થઈ તેના રૂપને પામે છે. “કર્મનો ઉદ્ભવ બ્રહ્મમાંથી જાણ,અને બ્રહ્મનો ઉદ્ભવ અક્ષરમાંથી છે ” એવું ગીતાવચન છે તેનો અર્થ એમ છે કે અલક્ષ્ય જે અક્ષર છે તેમાંથી લક્ષ્યબ્રહ્મનો ઉદ્ભવ છે અને એ લક્ષ્યબ્રહ્મ એ કર્મનો યોનિ છે. આવી જાતનાં કર્મ કરનાર જ પ્રબુદ્ધ પુરુષના વિષયમાં શ્રુતિઓનું ક્‌હેવું છે કે “એનાં કર્મ એ પરાવરને જોતામાં ક્ષય પામે છે;” કારણ એવા પુરુષનાં