પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૧

कीद्दशमिदं लक्ष्यं कीद्दशी तत्र जीवस्थितिरित्यादिदर्शनाय श्रुतय उच्यन्ते ॥ जीवनामायं पदार्थो न ब्रह्मभिन्न: किंतु स्फुलिं- गरुप: पुरुष एव ॥ तदुक्तं यथा ॥ तदेतत्स्त्यं यथा सुदीत्पात्पा- वकाद्विस्फुलिंगाः सहस्त्रशः प्रभवन्ते सरुपाः । तथाऽक्षरात्सौ- भ्य विविधा भावाः प्रजायन्ते तत्र चैवापि यन्ति ॥ अमृतत्वस्ये- शानोऽयं पुरुष इति पुरुषसूक्ते ॥ पुरुष एवेदं सर्वं यभ्दूतं यज्व भव्यम् ॥ उतामृतत्वस्येशानो यदन्नेनातिरोहति ॥ अन्नमित्यत्र भोग्यमात्रं तेनामृतं विश्वं तदात्मनि पुरुषे पुरुषादेवातिरोहते ॥ तदुक्तं मुण्डके यथा सतः पुरुषात्केशलोमानि तथाऽक्षरात्संभ- वतीह विश्वम् ॥ पुरुष: स्वस्मात्सृजतेऽतिरोहते ऊर्णनाभिरिव ॥ ईश्वरस्य जीवस्य च समानभिदममृतत्वेशानत्वम् ॥ उभा- वष्यलक्ष्ये नित्ये पुरुषेऽतिरोहेते ॥ अतिरोहोऽयं कालेन स्व- योनौ शाम्यति तेनानित्यः ॥ नित्यरुपस्य चालक्ष्यस्यान्तरेव तिष्ठतीत्याविर्भावतिरोधानधर्मौ भजते ॥ आविर्भावकाले यज्ञ इव प्रज्वलति ॥ तदाह पुरुषसूक्ते ॥ यत्पुरुषेण हविषा


આ લક્ષ્ય કેવું છે અને તેમાં જીવસ્થિતિ કેવી છે તે દેખાડવા હવે શ્રુતિયો આપવામાં આવે છે. જીવ નામનો આ પદાર્થ બ્રહ્મથી ભિન્ન નથી; પણ સ્ફુલિંગરૂપે-અગ્નિના તનખારૂપે-પુરૂષ જ છે. તે એમ કહેલું છે કે “સુદીપ્ત પાવકમાંથી તેના જ રૂપવાળા વિસ્ફુલિંગો સહસ્ત્રરીતે ઉત્પન્ન “થાય છે તેમ-હે સૌમ્ય !–અક્ષરમાંથી વિવિધ ભાવો ઉત્પન્ન થાય છે અને “તેમાં જ પાછા જાય છે.” આ પુરૂષ અમૃતત્વનો ઇશ છે એમ પુરુષસૂક્તમાં કહેલું છે. “આ સર્વ જે ભૂત અને જે ભાવિ તે પુરુષ જ છે, અને “અમૃતત્વને ઈશ છે – તે અન્નવડે અતિરોહ કરે છે.” અંહી “અન્ન?” એટલે “ભાગ્યમાત્ર”. છે; તેનાથી અમૃત થયલું વિશ્વ, વિશ્વાત્મા પુરુષમાં, પુરુષમાંથી જ, અતિરોહ કરે છે. તે મુણ્ડકમાં કહેલું છે કે “જેમ સદ્રુપ પુરુષમાંથી કેશ અને રોમ ઉગે છે તેમ અક્ષરમાંથી અંહી વિશ્વ ઉગે છે.” પુરુષ પોતામાંથી સૃજે છે, અતિરોહ કરે છે – જેમ ઊર્ણનાભિ એટલે નાભિમાં ઉન રાખના૨ કરોળીયો કરે છે તેમ. અમૃતત્વનું આ ઈશપણું ઈશ્વરમાં અને જીવમાં સમાન છે. ઈશ્વર અને જીવ ઉભય, અલક્ષ્ય અને નિત્ય પુરુષમાં, અતિરોહ છે. આ અતિરોહ કાલે કરીને સ્વયોનિમાં શમી જાય છે માટે તે અનિત્ય છે. અને નિત્યરૂપ અલક્ષ્યની અંતર્ જ આ અતિરોહની સ્થિતિ છે. તે આવિર્ભાવ અને તિરોધાન એવા બે ધર્મ પાળે છે. આવિર્ભાવકાળે એ યજ્ઞરૂપે પ્રજ્વલન, પામે છે, તે પુરૂષસૂક્તમાં કહેલું છે કે “જે પુરુષ-હવિવડે દેવોએ યજ્ઞ પ્રતત કર્યો.”