પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨

देवा यज्ञमतन्वतेति ॥ तं यज्ञं वर्हिषि प्रौक्षन् पुरुषं जातम- ग्रतः । तेन देवा अयजन्त साध्या ऋषयश्च य इति ॥ देवा यद्यशं तन्वाना अबन्धन् पुरुषं पशुमिति ॥ यज्ञेन यशमयजन्त देवास्तानि धर्माणि प्रथमान्यसन्निति च ॥ एषु मन्त्रेषु पुरुषः पशुः पुरुषो हविः पुरुष एव च यज्ञ इति योयं यज्ञ उक्तः स एव लक्ष्यरुपो यज्ञः सर्वत्र प्रज्वलति ॥ सैवेयमिष्टिरस्मत्सिद्धान्ते ॥ येयं पशुमारमिष्टिरन्यैः क्रियते सा तु निन्द्याऽस्मिन् युगे ॥ कलौ त्वेक एवायं लक्ष्ययज्ञो लक्ष्यधर्मधारकः ॥ सहस्त्राक्षोऽयमल्क्ष्यातिरुढः लक्ष्यः पुरुषः ॥ तद्भूमिं लक्ष्यमर्यादामेकेन पादेन विश्वतो वृत्वा त्रिभिरन्यैरमृतैः पादैर्दशाङ्गुलसंज्ञया लक्षितया देशकालाद्यवच्छे- दशून्ययाऽवस्थया सर्वं शिक्षिताशिक्षितलक्ष्यमतितिष्ठत्यलक्ष्यः परावर: ॥ तमलक्ष्यं लक्ष्यं चाद्वैतत्वेन साधयन्तीत्थं लक्ष्यालक्ष्य- सिद्धान्तिन इत्यलमिदमस्मद्रहस्यविवरणमुत्तमाधिकारिप्वल- क्ष्यप्रबोधाय ॥ किं बहुना ॥ यतो वाचो निवर्तन्ते ह्यप्राप्य मनसा सहेत्यादिमिर्लक्षितव्यमलक्ष्यं पूर्णमेवेदं ततश्च लक्ष्यमपि पूर्णम-


“ અગ્રે ઉત્પન્ન થયેલા યજ્ઞ પુરુષનું યજ્ઞમાં ઔક્ષણ કર્યું;” “સૃષ્ટિસાધનયોગ્ય – સાધ્ય – એવા દેવો અને વેદમાત્રોનાં દ્રષ્ટા ઋષિયો – તેમણે એ (પુરુષ) વડે યજ્ઞ કર્યો,” “ જે યજ્ઞ કરતા દેવાએ પુરુષપશુને બાંધ્યો,” અને “ દેવેાએ યજ્ઞવડે યજ્ઞ કર્યો–એ ધર્મો પ્રથમ હતા.” “ પુરુષ એ પશુ, પુરુષ એ હવિ, અને પુરુષ જ યજ્ઞ,” એ રીતનો આ મન્ત્રોમાં જે યજ્ઞ કહેલો છે તે જ લક્ષ્યરૂપ યજ્ઞ સર્વત્ર પ્રજ્વલે છે. અા મારા – અાપણા - સિદ્ધાન્તમાં જે ઇષ્ટિયજ્ઞ-છે તે આ જ. પણ મારીને જે આ ઇષ્ટિ બીજાઓ કરે છે તે તો અા યુગમાં નિન્દ્ય છે. કળિમાં એક જ આ લક્ષ્યયજ્ઞ છે તે લક્ષ્યધર્મનો ધરનાર છે, સહસ્ત્રાક્ષ એટલે સહસ્ત્ર ઇન્દ્રિયોવાળો આ અલક્ષ્યયમાં અતિરોહ પામેલા પુરુષ તેને લક્ષ્ય કહીએ છીએ. એ લક્ષ્યની ભૂમિ એટલે લક્ષ્યની મર્યાદાને એક પાદથી સર્વ પાસથી ઘેરી લેઈ, બાકીના બીજા ત્રણ અમૃત પાદવડે, શિક્ષિતદૃષ્ટિ અને અશિક્ષિતદૃષ્ટિના બધા લક્ષ્યને, એાળંગી, દશ અાંગળની સંજ્ઞાવાળી અને દેશકાળના અવચ્છેદથી શૂન્ય કોઈ અવસ્થાથી સ્થિતિ ધરનાર પરાવર અલક્ષ્ય છે. તે અલક્ષ્યને અને લક્ષ્યને અદ્વૈતપણે લક્ષ્યાલક્ષ્યસિદ્ધાન્તીઓ સાધે છે; એ આ અમારું રહસ્ય - વિવરણ ઉત્તમાધિકારીએામાં અલક્ષ્યનો પ્રબોધ કરવાને એટલે અલખ જગાડવાને બસ છે, બહુ શું કહીએ ? “ મનની સાથે વાણી જેને પ્રાપ્ત ન કરી જ્યાંથી થાકીને પાછી ફરે છે ” ઇત્યાદિ વાક્યોથી લક્ષિતવ્ય - લક્ષવા યોગ્ય – અલક્ષ્ય આ પૂર્ણ જ છે; તેમાંથી એ