પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૭


સરસ્વતીચંદ્ર બોલ્યો ને તેના શબ્દનો આકાશમાં પ્રતિધ્વનિ થયો.

ત્રણે જણ અન્યોન્યને આ રીતે વળગેલાં સુંદર ગાન કરતાં ઉડવા લાગ્યાં અને આપણે જાગૃત પૃથ્વીનાં માનવી સ્વપ્નના આકાશમાં ઉડી શકીએ એમ નથી.



પ્રકરણ ૭.

રત્નનગરીના રાજાઓ અને પ્રધાનો.

ભાગ્યના કોઈક મહાપ્રબલને લીધે અનેક અને મહાન્ વિપત્તિઓના ઇતિહાસવાળા રત્નગરીના રાજ્યને સેંકડો વર્ષોથી રાજા અને પ્રધાનોનું સ્થાન સાચવવા મહાપુરુષો જ મળ્યા હતા, એ રાજાએ સૂર્યવંશી લેખાતા અને એક પગે સુવર્ણનો તોડો રાખતા. પ્રાચીન કુલસંપ્રદાય સાચવવાનું તેમને અભિમાન હતું. એ અભિમાનના દીવાને પવિત્ર ઈષ્ટદેવતાનો અંશ - ગુણ ગણી અખંડ જ્વલમાન રાખવામાં આવતો, અને સિંહાસનના સર્વ ભાવી સ્વામીઓને બાલ્યાવસ્થામાંથી આ દીવાની પૂજા કરાવવી એ જ રાજદીક્ષા ગણાતી અને તે દીક્ષા તેમને આપવા ત્યાંના સર્વ રાજાઓ જાતે આગ્રહ રાખતા આ અભિમાન આ ભૂપ-પરંપરાની જુદી જુદી ભૂમિઓમાં જુદા જુદા પુરુષગુણનું બીજ-રૂપ થયું હતું અને જેવા જેવા રાજાઓ તેવા તેવા તેમના ગુણને અનુગુણ પ્રધાનો થયા હતા.

અનેક બીજ-પુટના સંગ્રહરૂપ આ અભિમાનનું સ્વકુટુંબમાં અને પોતાનામાં પોષણ કરવું, અને સમર્થ વિશ્વાસયોગ્ય પ્રધાન તૈયાર કરવા અને અંતે તેમને પ્રધાનપદે આણવા, એ ઉભય વિષયમાં ઉત્કર્ષ પામવો એ રત્નનગરીના ભૂપતિઓનો પ્રાચીન કાળથી સ્વભાવ થઈ પડ્યો હતો.

આ કુલસંપ્રદાયનાં પ્રકરણ બહુ ન હતાં, પણ થોડાંક પણ દૃઢ અને ઉત્તમ હતાં, પ્રજાની સાથે પિતાપુત્રભાવ ગણવો અને પ્રજાનું રક્ષણ તો બુદ્ધિમાન રાજાઓ સ્વાર્થે કરે પણ પ્રજાવત્સલ થવું એ અભિલાષવિના પિતાપુત્ર ભાવની સિદ્ધિ થતી નથી, એ સંપ્રદાયવિના સૂર્યવંશ શુદ્ધ ગણાય નહી એવી શ્રદ્ધા આ રાજકુળનો પ્રથમ સંપ્રદાય હતો. પ્રજાનો શત્રુ તે પોતાનો શત્રુ ગણવો અને એવા શત્રુઓ રાજયમાં અધિકારીરૂપે અને કુટુંબમાં કુટુંબીરૂપે પ્રકટ થાય તો તેને तेने राजा मित्रं केन दृष्टं श्रुतं वा” *[૧] એ સૂત્રનો અનુભવ કરાવવો અને “અમે રાજાએ તો


  1. * “રાજાને કોઈએ કદી મિત્ર દીઠો કે સાંભળ્યો ? ”