પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૪

આપણે ચુડીયો પ્હેરી: લ્હડવાનું ગયું, બઈરાંનું રક્ષણ આપણે કરીએ તેમ આપણું રક્ષણ ઈંગ્રેજ કરશે. ધરતી, શાંતિ, અને નામરદાઈ એ ત્રણ સ્ત્રીયો હવેથી સુહાગણ થશે અને રજપુતાઈ દુહાગણ થશે.” આવી નિરાશાથી મલ્લરાજ પિતાની ગાદીએ બેઠો. કાળક્રમે ધીમે ધીમે ઈંગ્રેજ સત્તાની રેલ નીચે સર્વ રાજ્યો ડુબી જતાં એણે દીઠાં. નાનાસાહેબનાં બંડને પ્રસંગે તે પ્રથમ તટસ્થ રહ્યો. આખા દેશમાં સમુદ્ર-મન્થન થતું હતું તેમાંથી તેણે ઉપદેશ શોધ્યો; દેશનું રક્ષણ કરવા એકલું બળ, સમર્થ નથી કળ પણ જોઈએ, તે દયા અને ક્ષમા વિના આવે એમ નથી, અને તે ઉભય સદ્‍ગુણોને ઇંગ્રજોનો આવિર્ભાવ અને સ્વદેશીઓમાં તિરોભાવ જોઈ મલ્લરાજ નિરાશ અને દુઃખી થયો. વિદ્યાચતુરના મામા જરાશંકરનો પ્રસંગ તેને આવામાં જ સજડ થયો હતો. જરાશેકરે દુ:ખી રાજાને સુખનો માર્ગ બતાવ્યો. “મહારાજ, સમર્થ અને સદ્‍ગુણીનો વિશ્વાસ અને સંબંધ કરવો યોગ્ય છે. પોતાની તરવાર, માટે પેટમાં ઘોચાતી નથી. પોતાના દેશી, માટે તેની પાસે દેશનો દાટ વળાવવો એ અકાર્ય અને મૂર્ખતા છે. દશા પ્રમાણે સુબુદ્ધિ અને કુબુદ્ધિ થાય છે. આપે જેટલી જેટલી હકીકત મને કહી છે તે સર્વ ઉપરથી મને એમ લાગે છે કે કેવળ આપના રાજ્યનું નહી પણ સર્વ રાજ્યોનું ક૯યાણ આ શાણા પરદેશીઓને પગલે છે, તેમની આંખમાં અમીદૃષ્ટિ છે, અને અંતે જય પણ તેમનો જ થશે. આ મરાઠાઓ અને મુસલમાનો ઈંગ્રેજ સામા ફાવ્યા તો સામાન્ય શત્રુનો નાશ થતાં પરસ્પર યુદ્ધ કરશે, અને તેમાં જે ફાવશે તે સર્વ રજવાડાને કનડશે અને શીયાળ અને વરુનું કામ કરશે.”

મલ્લરાજ સૂક્ષ્મ દૃષ્ટિ કરી તાકી જોઈ રહ્યો. “હા, એમાં તો કાંઈ સંશય નથી. પણ ત્હારા જેવા બ્રાહ્મણો શાંતિ ઈચ્છે અને મ્હારા જેવા ક્ષત્રિયો યુદ્ધ ઇચ્છે અને શીકાર ઇચ્છે. જો આમાં ઈંગ્રેજ જીત્યા તો ક્ષત્રિયોને નામે પોક મુકવાનું થશે એમાં કાંઈ વાંધો લાગે છે ?”

“ના.”

“ત્યારે ?”

“ત્યારે શું ? ધન્ય દ્‍હાડો ધન્ય ઘડી કે રાજાઓમાં ને પ્રજાઓમાં શાંતિ શાંતિ થઈ જાય ! મને ઈંગ્રેજોની અમીદૃષ્ટિનો બહુ વિશ્વાસ છે.”

“પણ સરત રાખજે કે એ પણ માણસો છે, એમને પણ પેટ