પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૭

તોફાની લુટારાઓ રાજપદ પામે તો તેની મિત્રતા – ખલપ્રીતિ – કેટલો કાળ છાજવાની ?"

“ अम्रच्छाया खलप्रीति: सिद्धमन्नं च योषित: ।
“ किञ्चित्कालोपभोग्यानी यौवनानि धनानि च ॥[૧].

“ વળી એ લોક ઉપરી થયા તો રત્નનગરીની શી દશા ?

“ क्षुद्रमर्थपतिं प्राप्य न्यायान्वेषणतत्परौ ।
“ उभावपि क्षयं प्राप्तौ पुरा शशकपिञ्जलौ ॥[૨]

“ત્યારે ઈંગ્રેજો ઉપરી થાય તો કેમ ? જરાશંકર, હવે વલંદા, ફિરંગી, ફ્રાંસવાળા ને બીજાઓ આગળ આ ઈંગ્રેજના નામનો પણ મહિમા છે – એ સઉને આજસુધી પ્‍હોંચી વળ્યા ને હવે પછી પ્‍હોંચી વળશે; ન્‍હાનાં રાજયોને એ જ ઢાલ યોગ્ય છે.

“गुरुणां नाममात्रैऽपि गृहीते स्वामिसंभवे ।
“दुष्टानां पुरतः क्षेमं तत्क्षणादेव जायते ॥[૩]

“વળી આ તો ઈંગ્રેજ એટલે એક ચક્રવર્તી અને આ તોફાની લોક એટલે બાર પુરભૈયા અને તેર ચોકા:

“ एक एव हितार्थो यस्तेजस्वी पार्थिवो भुवः ।
“ युगान्त इव भास्वन्तो वहवोऽत्र विपत्तये ॥[૪]

“થોડુંક જીત્યા અને સામાન્ય શત્રુ હજી પ્રત્યક્ષ છે એટલામાં ફુલી ગયા તે આ લોક વિજય સંપૂર્ણ થતાં મલ્લરાજ જેવાઓની અને પ્રજાની શી પરવા રાખવાના હતા ? કાગડાએ ઘુવડની પરીક્ષા કરી હતી કે–


  1. ૧. વાદળાંની છાયા, ખલપુરુષની પ્રીતિ, રાંધેલું અન્ન, સ્ત્રીઓ, યુવાવસ્થા, અને ધન: એમનો ઉપભેાગ કિંચિત્ કાલસુધી જ કરવાનો છે.
    -પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી
  2. ૨. ક્ષુદ્ર અર્થપતિને પામે તેની પાસે ન્યાય ખોળવા બેસનાર સસલું અને કપિંજલ પક્ષી એ બેનોએ પ્રાચીનકાળમાં નાશ થયેલો છે. ( આ એકવાત છે, તે પંચતંત્રના ત્રીજા તંત્રના ૯૧ મા શ્લોકમાં જોવી.)
    -પંચતંત્રઃ જીવરામ શાસ્ત્રી.
  3. ૩. સ્વામીના સંભવનો પ્રસંગ નીકળે ત્યારે દુષ્ટાની સામે મ્‍હોટાએાના નામથી તત્ક્ષણ જ ક્ષેમ થાય છે.
    -પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.
  4. ૪. પૃથ્વીનો રાજા જો તેજસ્વી અને એક હોય તો તે જ હિતકારક છે, પ્રલયકાલના સમયમાં તેજવાળા ઘણા સૂર્ય હોય છે, પણ તે વિપત્તિના હેતુ હોય છે.
    -પંચતંત્રઃ જીવરામ શાસ્ત્રી.