પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૮
“ स्वभावरौद्रमत्युग्रं क्रूरमप्रियदर्शनम् ।
“ उलूकं नृपतिं कृत्वा का नः सिद्धिर्भविप्यति ॥[૧]

“એ એવા છે તો કંપની સરકારની મિત્રતા કેવી છે ? કંપની આગળ મલ્લરાજ અસ્ત થશે ને મ્હોટાની પાછળ ન્‍હાનો ઘસડાશે ને લુટાશે.

“ ययोरेव समं वित्तं ययोरेव समं कुलम् ।
“ तयोमैंत्री विवाहश्च न तु पुष्टविपुष्टयोः ॥[૨]

“ત્યારે મલ્લરાજને તટસ્થ રાખું ને આ નવા સંબંધનું માંડી વળાવું? જો જય પરાજય કોનો થશે એ સમજી શકાય એમ ન હોય તો તો એકની મિત્રતા તે બીજાની શત્રુતા, માટે તટસ્થતા જ સારી. આપણે તો આ મહાવિગ્રહના ગુણદોષ સમજી શકતા નથી, પણ મલ્લરાજ પરીક્ષા કરે છે કે અંતે કંપની જીતશે એ નિશ્ચિત છે- એમની પરીક્ષા કદી ખોટી પડી નથી. આ પ્રસંગે કંપનીને આશ્રય અપાય તો બે અર્થ સરશે. પ્રથમ તો તેમની જયતુલામાં કાંઈ સંદેહ હશે તો એમના ભણીની તુલામાં ભાર આવશે તે કર્તવ્ય છે. બીજું એ કે મ્‍હોટાઓની સાથે મિત્રતા કરી કામની નહીં એ નિયમનો અપવાદ એવો છે કે મ્‍હોટાઓને માથે સૂક્ષ્મ પ્રસંગ આવે ત્યારે ન્‍હાનાએ કરેલો ન્‍હાનો સરખો ઉપકાર મ્‍હોટાઓને આમરણાંત બાંધી લે છે, માટે ન્‍હાનાએ આવો પ્રસંગ ચુકવો નહીં, આ ઉભય વિચાર ભવિષ્યના છે અને એવા ભવિષ્યને ડાહ્યા માણસો પોતાના ભણી ખેંચે છે. મ્‍હોટાઓને ન્‍હાનાની મિત્રતા કામની છે:–

“ अपि संपूर्णतायुक्तैः कर्तव्याः सुह्रदो बुधैः ।
" नदीशः परिपूर्णेपि चन्द्रोदयमपेक्षते ॥[૩]

“તો મ્‍હોટાની પ્રીતિ સંપાદિત કરવાનો પ્રસંગ ન્‍હાનાઓ ચુકે તો


  1. ૧. સ્વભાવથી ક્રોધી, અતિઉગ્ર, ક્રૂર, અને અપ્રિય જેનું દર્શન છે એવાં,ઘુવડ (दिवान्ध) ને રાજા કરીશું તો આપણી શી સિદ્ધિ થવાની હતી?
    -પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.
  2. ૨. જે બે ધનમાં સમાન છે અને કુલમાં પણ સમાન છે તે બેની મધ્યેમિત્રતા તથા વિવાહ થાય તે યોગ્ય ગણાય; પરંતુ કોઈ ધનથી અથવાકુલથી મ્‍હોટો હોય અને બીજો એથી ન્યૂન હેાય તો તે બેની જોડી બનતીનથી
    – પંચતંત્ર: જીવરામ રાસ્ત્રી.
  3. ૩. જેનામાં કોઈ પ્રકારની ન્યૂનતા નથી એવા પણ શાણા માણસોએ મિત્રો કરી રાખવા આવશ્યક છે, જેમકે નદીઓનો ધણી સમુદ્ર પરિપૂર્ણ છે તે પણ ચંદ્રોદયની અપેક્ષા રાખે છે.
    – પંચતંત્ર: જીવરામ રાાસ્ત્રી.