પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૯

૧૩૯ “તો મૂર્ખતા કે નહી ! કારણથી મિત્રતા ને કારણથી વૈર-મ્‍હોટાની મિત્રતાનું કારણ આવે એટલે તે ઝડપી જ લેવું.

“ कारणान्मित्रतां यान्ति कारणाद्यान्ति शत्रुताम् ।
" तस्मान्मित्रत्वमेवात्र योज्यं वैरं न धीमता ॥[૧]

“મલ્લરાજે ઈંગ્રેજની પરીક્ષા કરી તે ખોટી તો ન હોય – એમની ક્ષત્રિય - દૃષ્ટિ પ્રબલ છે – એમને ઈંગ્રેજનો પ્રસંગ બહુ નથી પણ ચતુર માણસો એક ચોખો ચાંપી પરીક્ષા કરે છે.–

“ सकृदपि द्दष्ट्वा पुरुषं विबुधा जानन्ति सारतां तस्य ।
" हस्ततुलयाऽपि निपुणाः पलप्रमाणं विजानन्ति ॥[૨]

“અને તેમાં ઇંગ્રેજની ચતુરાઈ તો અાંધળાંથી પણ સમજાય એવી છે. મોરનાં ઈંડાં ચીતરવાં પડતાં નથી-

“ विज्ञायते शिशुरजातकलावचिन्हः ।
“ प्रत्यक्पदैरपसरन् सरसः कलापी ॥[૩]

“એમ છતાં ઈંગ્રેજ હારવાને સરજેલા હશે તો પણ આ લાભ માટે આ જોખમ વ્‍હોરવા જેવું છે.”

“ઈંગ્રેજ જીતશે ને ઉપકારને બદલે અપકાર કરશે, સર્વ આશા નિષ્ફળ થશે, તો પણ એવા લોકના પ્રસંગથી તેમનાં છિદ્ર અનુભવવા જેટલો તેમનો પરિચય પડવાનો તે પણ લાભ જ છે. એમને શત્રુ ગણો તો પણ તે આપણને મિત્ર જાણે તો તેટલાથી પણ લાભ છે. સામેનાં છિદ્ર જાણવાં એ તેમને જીતવાનો માર્ગ છે.

“ सुसूक्ष्मेणाऽपि छिद्रेण प्रविश्याभ्यन्तरं रिपुः ।
“ नाशयेश्च शनैः पश्चात्प्लवं सलिलपूरवत् ॥

[૪]


  1. ૧. પંચતંત્ર.
  2. ર. વિદ્વાનો એક વેળા સામા પુરુષને જોને તેનો સાર જાણી જાય છે.જેમ કે હાથથી જોખવાની કળાથી પણ નિપુણ માણસ એક રતિપૂર એાછુંવધતું જાણી શકે છે.
    -પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.
  3. ૩. જેને કળા કરવાનાં પીછાંનું ચિહ્ન પણ ઉત્પન્ન થયું નથી અને જાતેબાળક છે તે પણ સામાં પગલાં ભરવા માંડે તે પગલાંઓથી જ રસવાળોએવા જે મોર તે આ છે એમ એાળખાઈ આવે છે.
    - પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.
  4. ૪. સામા પક્ષમાં મ્હેાટા માર્ગથી જવાનું પ્રથમ જો ન બને તો ઘણેસાંકડે રસ્તેથી પણ અંદર જઈ શત્રુ તેનો નાશ કરે, જેમ કે ન્હાના છિદ્રથીનૌકાની અંદર પેઠેલું જલ મ્હોટી નૌકાને ડુબાડે છે.તેમ.
    -પંચતંત્રઃ જીવરામ શાસ્ત્રી.