પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૧

“ વળી,

“अविश्वासं सदा तिष्ठेत्संधिना विग्रहेण च ।
“द्वैधीभावं च संश्रित्य पार्श्वे शत्रोर्वलीयसः ॥[૧]

“આ મહાસાગર જેવી કંપની, તેને પાર પામવાને તો એવો આરો બાંધવો જોઈએ કે તેનાં પગથીયાં છેક તળીયે પ્હોંચે અને ર્‌હે.”

“कृत्वा कृत्यविदस्तीर्थैरन्तः प्रणिधयः पदम् ।
"विदांकुर्वन्तु महतस्तलं विद्विषदम्भसः ॥[૨]

"આવી રીતે કંપનીસરકારનાં મર્મછિદ્ર જણાશે તો તો તેમાં બીજું કાંઈ નહી તો મિત્રભાવની દોરી પરોવી લઈશું ! ઈશ્વર કરે ને શત્રુભાવ ન થાય પણ મિત્રતા રાખીને પણ તેમના - આપણા સ્વાર્થમાં વિરોધ આવતાં આપણું કામ કેમ ફહાડી લેવું એ પણ તેમનાં છિદ્રમાં સૂત્ર પરોવવા જેવું જ છે.

“अत्यच्छेनाविरुद्धेन सुवृत्तेनातिचारुणा ।
"अन्तर्भिन्नेन संप्राप्तं मौक्तिकेनापि बन्धनम्॥[૩]

“આવાં અનેક ફળ આપનારું કાર્ય સાધવાનો પ્રસંગ આવે છે - તેમાં રાજાનું તેમ પ્રજામાત્રનું કલ્યાણ લાગે છે – એ મહાકાર્ય છે - તેમાં કડવાટ માત્ર એટલો છે કે દેશીનો દ્રોહ કરવા પરદેશીને ભેટવું પડે છે” – જરાશંકરે ઉંડો નિ:શ્વાસ મુક્યો અને તેની આંખમાં આંસુ આવ્યાં.

“અહો ! રાજયધર્મ અતિ દુસ્તર છે – એમાં પોતાનાં તે પારકાં કરવાં પડે છે ને પારકાં તે પોતાનાં કરવાં પડે છે – એમાં માત્ર રાજ્યના


  1. ૧.બલવાન્ શત્રુ પાસે હોય ત્યારે સંધિ ને વિગ્રહનો માર્ગ રાખી નિરંતર અવિશ્વાસથી ર્‌હેવું:– સદા અવિશ્વાસ રાખવો, સંધિ પણ રાખવો; અને વિગ્રહ પણ રાખવો ને દ્વૈધીભાવને સંશ્રય કરી વસવું.
    -પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી.
  2. ૨.શત્રુરૂપ સરોવરજળમાં અંદર ઉંડાં તીર્થ (રાજાના અંગના પુરુષ અથવા પગથીયાં) રાખી, તે દ્વારાએ જળમાં પગપેસારો કરી કામ કરી લેવાનું જાણનાર દૂત પુરુષોએ આ મ્હેાટા શત્રુ - જલનું તળીયું જોઈ લેવું:
    -પંચર્તત્રઃ જીવરામ શાસ્ત્રી.
  3. ૩.અતિસ્વચ્છ, કોઈનો વિરોધ ન કરે એવું સુંવાળું, સારી રીતે , વૃત્ત (ગોળ અથવા સારી વર્તણુંકવાળું) અને અતિ સુંદર, એવું મૌક્તિક (મોતી મુક્તિવાળું) છે પરંતુ અંદર છિદ્ર છે તો તે બંધનને પ્રાપ્ત થાય છે.
    - પંચતંત્ર: જીવરામ શાસ્ત્રી