પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૩

“આગામિ બુદ્ધિ રાખી વેળાસર ચેતવું, અને

का हानिः समयच्युति ?[૧]

“હવે તો એવા ધૈર્યથી કામ કરવું કે વટ - વાનરને અભિનંદન મળ્યું હતું તેવું મને મળે અને મલ્લરાજ કહે કે –

“हतः शत्रुः कृतं मित्रं रत्नमाला न हारिता ।
“नालेनास्मादितं तोयं साधु भो वटवानर ॥”[૨]

આવા અનેક સંકલ્પ કરી, અંતે આવો સિદ્ધાંત કરી, શૂર મલ્લરાજનો નીતિપ્રવીણ પ્રધાન સ્વામીની આજ્ઞા પ્રમાણે પત્ર લખવા ચાલ્યો.

આણી પાસ મલ્લરાજે પણ ધારેલી રચના સ્થાણુખનન ન્યાયે ફરી ફરી તપાસી અને અનુકૂલ ગણી.

“રાજાઓને આખરનો સંબંધ ભૂમિ સાથે પણ નથી. કીયા રાજાના પૂર્વજો પરદેશી ન હતા ? કીયા રાજાના વંશજો બાપદાદાની ભૂમિને યાવચ્ચંદ્રદિવાકર વળગી કે સાચવી રાખવાના છે?


  1. ૧.સમય ખોયે તો પછી એથી મ્હોટી શી હાનિ થવાની હતી ?
  2. ર.શત્રુ હણાયો, મિત્ર કર્યો, રત્નની માળા ગુમાવી નહીં, અને કમળનાળથી જળપાન કરી લીધું. એ સર્વ કાર્ય સાથે લાગાં સાધનાર હે વડના ઝાડ ઉપરના વાનર ! તને વાહવાહ છે. -પંચતંત્રના ત્રીજા તંત્રમાં આ વાનરની કથા છે:–જીવરામ શાસ્ત્રી.

* The Minister Azeem Ul Omrah had, however, no easy task to conquer the prejudices of his sovereign, the Nizam, against such an alliance which, that Monarch argued, would, from the inequality of the parties, early terminate in rendering his dominions virtually dependent for their future security upon the British Government. This the Minister admitted, but he contended * * * that, as it was clear that the situation of the State of Hyderabad was such as to make it impossible to remain without the alliance of some one of those Powers, it was assuredly wise to prefer a connection with a Government which brought with its protection the substantial blessings of security and peace to the nominal friendship of Powers, whose professed objects were plunder and conquest, and who had repeatedly shown that they held in contempt even the forms of public faith. The Nizam's prejudices and fears were at last subdued by this reasoning :-John Malcolm's Political History of India.