પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૯


“નથી તો કરી દેઈશું. જરાશંકર, સર્વ વિચારને પ્રસંગે ત્હારું કામ; કાર્યભારના વિચાર[૧], તેમ આચારને[૨] પ્રસંગે ત્હારું કામ; આજ આપણે કરેલા વિચાર૧. આચાર૨. યુદ્ધપ્રસંગે કરવો પડે ત્યાં ત્હારું નહી પણ ક્ષત્રિયનું કામ. હવે જે ચતુરંગ[૩] રમવાનો છે તે બાજી આગળથી તું ખસી જા, મને રમવા દે, અને તું માત્ર જોયાં કર. મ્હારા ભાયાતો આવે પ્રસંગે મ્હારી મુછના “બાલ”[૪] છે તેમને હું આમળો કેમ દેઉછું અને વળ કેમ ચ્હડાવું છું તે જોયાં કર. મલ્લરાજ પોતાના ભાયાતોને દગો નહીં દે – કેદ નહી કરે. એ મ્હારા પાણીદાર તેજવાળા ઘોડા છે – તે મ્હારી સ્વારી કેમ નીભાવે છે – તે જોવાનું જોજે.”

થોડી વારમાં એક પછી એક ભાયાતો અને રજપુતો આવી ગયા અને મલ્લરાજની ગાદીની આસપાસ આખા ખંડમાં વીરાસનવાળી સર્વ શૂરાઓ બેસી ગયા. મલ્લરાજની ગાદી ઉંચી હતી. તેના તકીયા પાછળ જરાશંકર બેઠો હતો. તેની પાછળ મ્હોટી મસાલો લઈ બે હજામો ઉભા હતા: તે મસાલો આગળ ખંડમાંના બે ચાર દીવા ઝાંખા થઈ ગયા. મસાલોનો પ્રકાશ મલ્લરાજના સામે બેઠેલા સર્વે મંડળનાં ઉશ્કેરાયલાં અને આતુર મુખો ઉપર પડી તે મુખવાળા રજપુતોના અંતર્વિકારનું મલ્લરાજના હૃદયમાં ભાન કરાવતો હતો. થોડીવારમાં સર્વ મંડળ સ્તબ્ધ થઈ ગયું. રાત્રિના શૂન્ય [૫]મૌનમાં સર્વ વીરોનું સગર્ભ મૌન ભળ્યું. મલ્લરાજે તે મૌન તોડ્યું.

ભાઈઓ:-" રાજાને મુખે માત્ર યુદ્ધપ્રસંગે જ “ભાઈ” સંબોધન નીકળતું અને તે ભાયાતો આગળ જ ઉચ્ચારાતું. આ સંબોધનના સર્વ સંસ્કારો, તેમના હૃદયમાં જાગી, મલ્લરાજ ઉપર શૂરોની પ્રીતિ, આતુરતા, અને યુદ્ધસમયની રાજભક્તિની ધારાઓને, તેમનાં ક્ષાત્ર લોચનોમાંથી, છોડવા લાગ્યા. હૃદયમાં ક્ષાત્ર વિકારોનું બીજ રોપાતાં મસ્તિકમાં ઘેરથી ભરી રાખેલો વિચારસંગ્રહ ભુલાઈ જવા લાગ્યો. મલ્લરાજે વાગ્ધારા ચલાવી.

“ભાઈઓ, યુદ્ધનો પ્રસંગ આવ્યો છે. સામંત સમાચાર લાવ્યો છે કે તાત્યાટોપીનાં માણસ, રત્નનગરી પાસે આવી પડ્યાં છે - મલ્લરાજ તેમનાથી ડરી જઈ તેમની સાથે મળી જવા માગતો નથી. એ આજકાલના લુટારાઓ સાથે સૂર્યવંશનું તેજ ભળવાનું નથી. ભાઈઓ,


  1. ૧. Design.
  2. ૨. Execution.
  3. ૩. શેતરંજ.
  4. ૪. વાળ.
  5. ૫. Silence. ચુપકી.