પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨


મલ્લરાજને પગે મુક્યા: “ ખમા ! ખમા ! – મહારાજ ક્ષમા કરો ! આપ દુર્યોધનની પેઠે અધર્મની આજ્ઞા આપો એવો લેશમાત્ર પણ મને સંશય હોય તો મને બ્રહ્મહત્યાનું પાપ – આ પ્રધાનજી જેવા શુદ્ધ બ્રાહ્મણના સમક્ષ સોગન ખાઉ છું.”

“જરાશંકર, દુર્યોધનને કર્ણ પ્રધાનતુલ્ય હતો અને મ્હારો તો તું પ્રધાન જ છે; ત્હારા સોગન સામંત ખાય ત્યારે ના કેમ ક્‌હેવાય ?” મલ્લરાજે હસતાં હસતાં હુક્કો પાસે લીધો.

સામંત વધારે ગભરાયો, “હરિ ! હરિ ! મહારાજ મને પ્રત્યક્ષ શિક્ષા કરી હત તો હું પ્રાયશ્ચિત્ત જેવી ગણત, પણ આ બહુ વસમી પડે છે. સત્ય બોલું છું; જરાશંકરે આપને અભિપ્રાય આપ્યો હશે, આપે તે સ્વીકાર્યો હશે, અને મ્હારાથી તે જુદો હશે, તોપણ, હે ગૌબ્રાહ્મણપતિપાળ, એ અભિપ્રાય ધર્મને અનુસરીને જ હશે એવો મને વિશ્વાસ છે – દૃઢ વિશ્વાસ છે, વળી બીજું એ બ્રાહ્મણે મ્હારા શિરચ્છેદનો અભિપ્રાય આપ્યો હોય ને આપે સ્વીકાર્યો હોય તો પણ રાજ્યનો મંત્રી રાજાને માર્ગ બતાવે તેટલા સારુ એ મંત્રીને દૂરથી પણ ભય દર્શાવે તે ગ્રાસીયો રાજાની થાળીમાંથી રાજાના પ્રસાદરૂપ મળેલો ગ્રાસ નથી ખાતો પણ ધુળ ફાકે છે. મહારાજ, મ્હેં જરાશંકરના સોગન કુડકપટથી નથી ખાધા.”

મલ્લરાજ પ્રસન્ન થયો. “સામંત, હું ત્હારા ઉપર પ્રસન્ન છું. પણ મ્હારા વિચારનું કારણ જાણીને જા.”

“મહારાજ ! મ્હારો અભિપ્રાય વિરૂદ્ધ હોવા છતાં, આપની આજ્ઞાનું કારણ રજ પણ ન જાણવા છતાં, મ્હારા રાજા અને તેના મંત્રીના મંત્ર તોડવાની જરી પણ વાસના ન રાખતાં, એ મંત્રના ફળરૂપ આપની આજ્ઞાને અંતઃકરણથી પાળું તો મ્હારી રાજભક્તિ પૂર્ણ ફળવાળી થાય, માટે હવે મને આજ્ઞા જ આપો અને તે દૃઢ શ્રદ્ધાથી પળાયલી જ જુવો. એ મહાકૃપા મ્હારા ઉપર કરો.”

મલ્લરાજ સામંતને ભેટી પડ્યો, “ જા બાપુ, જા. જયાં સુધી ત્હારાં જેવાં રત્ન રત્નનગરીમાં પાકે છે ત્યાં સુધી - તું જે મહાકૃપા મ્હારી પાસે માગે છે તેથી અનેક અધિક – મહાકૃપા મ્હારા પર ઈશ્વર રાખે છે.”

રાજાની બાથમાંથી છુટી સામંત પ્રસન્ન ચિતે રાજમંદિરના દ્વારમાંથી નીકળ્યો.

“જરાશંકર, જોયાં આ મારી રત્નનગરીનાં રત્ન ? મ્હેં તને