પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૭

“ત્હારી અને સઉ ભાઈઓની પ્રીતિને અને ભક્તિને ! જ્યાંસુધી તમારા જેવા ભાઈઓ રત્નોપેઠે પ્રકાશશે ત્યાંસુધી રત્નનગરીને કોઈનું ભય નથી. સામંત, આજ મ્હારો સેનાપતિ તું, અને આજના યુદ્ધનો યશ તને આપું છું. તને મ્હારો આશીર્વાદ છે. કાર્તિકસ્વામી ઈન્દ્રની આજ્ઞાથી અસુરો સામે ચ્હડતા તેમ મ્હારી આજ્ઞાથી આપણા ભાઈઓની સેના લઈ તું સત્વર ચ્હડી જા અને શત્રુનો પરાભવ કરી રત્નનગરીના રાજ્યમાં શત્રુ ફરી પગ મુકે નહીં એવું કર. વ્હાલા અને શૂરા ભાઈઓ, પ્રાતઃકાલ પ્હેલાં સર્વ કાર્ય આટોપી આવો અને સામંતને પુરો આશ્રય આપજો. સામંત, મને ઘડીયે ઘડીયે સમાચાર ક્‌હાવજે – આવ, મને ભેટી લેવા દે.”

પોતાને મળેલું માન, પોતાના ઉપર રાજાએ રાખેલો વિશ્વાસ, અને અત્યારે રાજાનું પ્રેમાલિંગન : એ સર્વથી સામંતની આંખોમાં ઉપકાર અને આનંદના આંસુ આવ્યાં. સર્વે ભાઈઓની સાથે રાજાએ હાથ મેળવ્યા, અને એકે એકે સઉ ગયા.

“જરાશંકર ! જોજે, ભાઈઓ, અધિકારિયો, સેના અને આખી પ્રજા તેમના અંતઃકરણનો પ્રેમ અને તેમના આશીર્વાદ – એ શીવાય રત્નનગરીના રાજાઓને અધિક બળ અને અધિક યત્ન કશામાં નથી. એ અમારો પરાપૂર્વનો ઇતિહાસ હતો તે વાત હું આજ દૃષ્ટિયે જોઈ, અને મ્હારે પુત્રપ્રાપ્તિ થાય તો પુત્રને ને મ્હારે પુત્ર ન થાય તો મ્હારા વારસને આજની વાતથી વિદિત કરજે, તેમને મ્હારો આ સંદેશો પ્હોંચાડજે અને મ્હારા તરફથી ક્‌હેજે કે હીંદુસ્થાનનું સામ્રાજય ઇંગ્રેજ કરો કે બીજા કોઈ કરો પણ જ્યાંસુધી મ્હારા આ પરાપૂર્વનો કુળાચાર જાળવવા જેટલી મ્હારા વારસોમાં શક્તિ હશે ત્યાંસુધી તેમનો વાંકો વાળ નહીં થાય અને કાળ બદલાશે પણ તેમનું રાજ્ય નહીં બદલાય !”

ભાયાતો ઉપર અને તેમાં મુખ્ય કરી સામંત ઉપર રાજાએ દર્શાવેલો વિશ્વાસ અને પ્રેમ અને તેના બદલામાં તેમણે અર્પેલી ભક્તિ જોઈ જરાશંકર સ્તબ્ધ થઈ ગયો હતો તે આ વચન સાંભળી ગળગળો થયો, તેના નેત્રમાં પાણી ભરાયું, અને હાથ જોડી ગદ્‍ગદ કંઠે બોલ્યો.

“મહારાજ, હું અપરાધી આપની શિક્ષાને પાત્ર થયો છું. આ