પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૧

કરશે જ. તેમાંથી જે પકડાય તેને ઈંગ્રેજને હવાલે કર કે આપણે તેમને ખવરાવવું ન પડે. તેમની મીલકત હાથ લાગે તે જપ્ત કર. રત્નનગરીના રાજ્યમાં હરામખોર લોક આમ આવી શકતા નથી. રત્નગરીનો રાજા જાગતો છે તે હવે જગત ચોખી રીતે જાણશે.” બુમ પાડી: “રજપુતો !”

પાંચ સાત રજપુતો બ્હારથી આ બોલ બોલતામાં આવ્યા અને રાજાની આજ્ઞા સઉએ શિરપર ધારી. રાજાપ્રધાન શીવાય સઉ ગયા.

“જરાશંકર, સાંભળ્યું છે તે થાય તેની સરત રાખજે. જરુર પડે તો જગાડજે. હવે ઘેર જા.”

જરાશંકર ગયો.

શય્યાગૃહમાં જતાં જતાં રાજા મનમાં વિચાર કરવા લાગ્યો.

“ડાહ્યા ડાહ્યા તે વધારે ખરડાય. દત્તકના લત્તકમાં ઈંગ્રેજોને આ સમય આવ્યો. પ્યાદળ મરવા દઈ વજીર લેવો એ ચતુરંગનો દાવ ઈંગ્રેજો જાણે છે છતાં આમાં ભુલ્યા. ગમે એટલું પણ સુગ્રીવજીની સેનાકની ?” રાજા એકલો ખડખડ હસ્યો.

“પણ, ભા, યાદ રાખજે કે સારા થશો તો સારાઓ આશ્રય આપશે. ખોટું કરશો તો ખોટું શીખવશો ને ખત્તા ખાશો ને ખવડાવશો. અમારા શુદ્ધ ક્ષત્રિય રાજાઓ ! અમારા શુદ્ધ રજપુતો ! સઉ ભ્રષ્ટ થશે ત્હોયે આખરે આ નસોમાંનું લોહી ! તે ખુટશે ત્હોયે ખરચાશે – પણ એક સરતે – એ લોહી તમારે સારુ ખરચાય એવો તમે અધિકાર રાખ્યો હશે તો ! ઈંગ્રેજો ! સારા ર્‌હેજો અને સારા રાખજો ! તમારા ગુણ મલ્લરાજ પીછાને છે – તમે દેશી રજવાડાના ગુણ પીછાનજો – તમે અમારું રત્ન છો; અમે તમારું રત્ન છીયે – ક્ષત્રિયરત્નો ઉપર કચરો હોય તે સાફ કરશો તો માંહ્યથી પ્રકાશ નીકળશે. અને એ રત્ન તમને મૂલ્યવાન થઈ પડશે ! દેશી રાજ્યો તમારા હાથમાં - આ સમે થયાં છે તેવાં મૂલ્યવાન રત્નો છે - તેની સાથે તમારી મર્કટવિદ્યા ન વાપરશો.”

“પછી સુગ્રીવજીની જાત ઉપર જઈ રત્નો ઉપરનો કચરો ચાટી જઈ માંહ્યનું રત્ન પગતળે નાંખો તો જાત ઉપર જવાનો તમને અધિકાર છે – જાત ઉપર જશો તો કોણ ના ક્‌હેશે ? તમે મર્કટની જાત ઉપર જશો – અમે માણસની જાત ઉપર જશું.”

મલ્લરાજ ફરી ખડખડ હસી પડ્યો. તે આ પળે શયનગૃહ આગળ આવ્યો હતો. તેમાંથી એનું હાસ્ય સાંભળી હસતી મેનારાણી