પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨


દ્વાર ઉઘાડી બ્હાર આવી. “ તમારા હાસ્યનું કારણ જાણવાનો અધિકાર પણ અમને ખરો કે નહી ?” એમ કહી રાણીએ એક હાથ રાજાની કેડે વીંટ્યો અને બીજે હાથે એના માથા ઉપરથી મંડીલ ઉતાર્યું.

“ હા, મ્હારા રત્ન !” કરી રાજાએ રાણીને અંદર ખેંચી. તેમની પાછળ દ્વાર બંધ થયાં. અને તેની જોડે આ પ્રકરણ પણ બંધ કરીયે તો મર્યાદા જળવાય.



પ્રકરણ ૯.

મલ્લરાજની ચિન્તાઓ.

“Yet once more, in justice to this paragon of Heathen excellence, let us remember that Aurelius represents the decrepitude of this era, He is hopeless because the age is hopeless. He cannot rise beyond the sphere of ideas around him. The Heathen world looked for on renovation of a society which was visibly perishing before its face."

“* *And now when the popular notion of its degeneration was realized, it accepted its apparent destiny without a murmur.”– Merivale.

ઈંગ્રેજની સામે વાપરવાનું બળ દેશી રજવાડાઓમાં ખપાવી ન દેવું અને જે રજવાડાઓમાંથી આશ્રય ન મળે તેની સાથે વિરોધ ન શોધવો એવી ઉપરીઓની સૂચના હોવાથી સુભાજીરાવની સેનાએ સામંતને ઘણો શ્રમ ન આપ્યો. સુભાજીરાવ અને કેશવશાસ્ત્રીને જ દરબારમાં આમંત્રણ થયેલું તે ગયા એટલે તેમના રત્નનગરી આવેલા સાથીયો રાત્રે નગરચર્ચા જોવા નીકળી પડ્યા અને સામંતની સેનાની બાતમી મળતાં સુભાજીને શો ઉત્તર મળશે તેની કલ્પના થઈ. બેમાંથી એક જણ ઉતારે આવ્યો અને એક જણ પોતાની સેનાના સ્થાન ભણી દોડ્યો અને સમાચાર કહ્યા. સામંતની સેના રાત્રિયે ધસારો કરી ચાલી તેનાં ચિન્હથી જ સુભાજીરાવની સેના