પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૩

ગ્રાસના ભાગ ઉપર દરબારી મ્હેસુલ મુકવો – આ ન્યાય ભાયાતો પાસે ચુકવાવવો – રાજા ન ચુકવે. જે ગ્રાસીયા રાજવિદ્યા નહી શીખે તેને પણ આજ શિક્ષા. બાકી જે અપરાધો સટે ગ્રાસ જપ્ત કરવાનો દરબારને અધિકાર છે તે ર્‌હેશે જ.”

છેલું. લખ. આ મરણ પરણના દાવા ને કર દરબાર ભાયાતોના લે છે તે હવેથી માફ; પણ સટે જ્યારે ગાદી પર નવા રાજાને અભિષેક થાય ત્યારથી દરેક ભાયાતના ગ્રાસનો પચાશમો ભાગ રાજાને વર્ષોવર્ષ રૈયત પેઠે મહેસુલ આપવા માંડે. દરેક અભિષેકનો આ નજરાણો. ભાયાતો રાજાઓનાં આયુષ્ય વધારે રાખશે તો તેમનાં નજરાણાં વધશે નહીં. રાજાઓ વ્હેલા ને વધારે મરશે તો નજરાણાં આવી રીતે વ્હેલાં વધશે; આ શીવાય બીજું દરબારનું લાગું નહી.”

“બસ સંપૂર્ણ. જરાશંકર, આ લખેલું મ્હારા દફતરમાં રાખ. એક નકલ તારા દફતરમાં રાખ. અને મ્હારા પછીના રાજાની અને ત્હારા પછીના પ્રધાનની બુદ્ધિમાં તે ઠસાવજે. સામંત, હાલ તો મ્હારે પુત્ર નથી એટલે મ્હારો વારસ તું છે અને ત્હારે પણ પુત્ર નથી તે જે થાય તે ખરું. આ મ્હેં કહ્યું તેમાં બધાંને લાભ છે – માટે સર્વ ગ્રાસીયાઓ પાસે તે કબુલ કરાવ, અને તેમને સઉને ક્‌હેજે કે મલ્લરાજને આ વાતમાં બહુ ચિંતા છે ને યુગ બદલાયો તે પ્રમાણે રાજ્ય અને રજપુતાઈ જાળવવાં હોય તો આ ઉપર સઉ સહી કરો. સઉને ક્‌હેજે કે પુત્રવિનાના મલ્લરાજની જાતને રાજ્યના અને ભાઈઓના લાભ વિના બીજો લાભ આમાં નથી. વળી ક્‌હેજે કે મલ્લરાજના નિ:સ્વાર્થપણા ઉપર તમને કંઈક પણ અવિશ્વાસ આવતો હોય તો આ પત્ર ઉપર તમારી સહી લેવાની સરતે મલ્લરાજ, પોતાનું રાજ્ય છોડવા, અને તે છોડી તમે ક્‌હો તેને રાજ્ય આપવા તૈયાર છે. મલ્લરાજ રાજા મટી ભાયાત થઈ આ સરતોએ ભાયાતપણું કબુલ કરશે ને રજા આપશે તો રાજ્યનો ભાયાત મલ્લરાજ જે કોઈ રાજા થાય તેના રાજ્યના હિત સારુ હજી પણ બીજી સરતો સ્વીકારી પોતાને પુણ્યવાન માનશે. પણ તે ભાયાત થયો નથી ત્યાં સુધી એ સરતોની વાત સરખી કરવી એને છાજતી નથી. જા, સામંત, જા. રાજ્યનું હિત જાળવવા મલ્લરાજ રાજ્ય છોડશે અને સામંતને અથવા હલકામાં હલકા ભાયાતને રાજ્ય સોંપી તેનો ભાયાત થઈ મલ્લરાજ સેવા કરશે. જા, સામંત, જા. એવો કાલ આવશે કે જ્યારે આ